તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:હડમતીયામાં માંડવળી ચોકની દાનપેટીની ચોરી

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગામનો જ શખ્સ ચોર નીકળ્યો, 10 હજારની ચોરી

પ્રાંતિજના હડમતીયાના માંડવળી ચોકમાં મુકેલ દાન પેટીને તા. 05-08-20 ના રોજ રાત્રે સાડા દસેક વાગ્યે ચોરી કરી જતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અંદાજે રૂ.10 હજારની ચોરી થઈ હોવા અંગે ફરિયાદ નોંધાઇ હતી. ગત તા. 05-08-20 ના રોજ પ્રાંતિજના હડમતીયાના માંડવળી ચોકમાં અંબાજીના ફોટા આગળ મૂકેલ દાન પેટીને રાત્રે સાડા દસેક વાગ્યે જેસલભાઈ બાબુભાઈ દેવીપૂજક (રહે. હડમતીયા) ઉઠાવી લઈ જઈ રહ્યો હતો. દરમિયાન રમણભાઈ વેચાતભાઇ પટેલ ખેતરમાં જવા નીકળ્યા હોઈ જોઈ જતાં બૂમ પાડી હતી પરંતુ જેસલ ખેતરોમાં થઈ ફરાર થઈ ગયો હતો. પ્રાંતિજ પોલીસે રમણભાઈની ફરિયાદને આધારે જેસલ બાબુભાઈ દેવીપૂજક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...