ઇડર પંથકમાં ચંદન ચોરો બેફામ:ચાંડપમાં ચંદનના 4 ઝાડની ચોરી, છેલ્લા 8 મહિનામાં ચંદન ચોરીના 30થી વધુ બનાવ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસ દ્વારા બંને કિસ્સામાં 50-50 હજારની કિંમતના ચંદનની ચોરી થવા અંગે ફરિયાદ નોંધાઇ

ઇડર તાલુકામાં ચંદનના તસ્કરોને પોલીસનો કોઈ ખોફ ના હોય તેમ છેલ્લા આઠ માસમાં ચંદનના વૃક્ષો કાપીને લઈ જવાના 30 થી વધુ બનાવ બની ચૂક્યા છે અને ચંદનની ખેતી ખેડૂતો માટે નુકસાનનો સોદો બની રહી છે. ગત સપ્તાહમાં ચાંડપ ગામમાં સતત બે દિવસ બે જગ્યાએ 4 ચંદનના ઝાડ કાપીને લઈ જવાની ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ચાંડપમાં એક ખેતરમાંથી 12 વર્ષ જૂના 5-6 ફૂટના 2 ચંદન અને બીજા ખેતરમાંથી પણ 5-6 ફૂટના ચંદનના બે ઝાડની ચોરી કરી ચોરો ફરાર થઇ ગયા. નોંધનીય છે કે આ અરસામાં જ બડોલીમાંથી ચંદનના 16 વૃક્ષો કાપીને લઈ જવાયા હતા.

ગત સપ્તાહમાં ચંદનના 16 વૃક્ષો ચોરી થઈ
ગત વર્ષે ગોગુંદાની ચંદન ચોર ગેંગ ઝડપાવા છતાં ઇડર પંથકમાં ચંદનની તસ્કરીના બનાવોમાં કોઈ ઘટાડો થયો નથી દોઢ દાયકા પૂર્વે વાવેતર કરાયેલ ચંદનના વૃક્ષો હવે સુગંધીદાર લાકડું-થડ ધરાવતા થઈ ગયા છે અને તાલુકામાં 20 થી વધુ ગામના ખેડૂતોએ ચંદનના વૃક્ષોનું વાવેતર કર્યું છે તે પૈકી વસાઈ નેત્રામલી બડોલી બુઢીયા સાબલવાડ સહિતના 15થી વધુ ગામોમાં છેલ્લા આઠ માસમાં ચંદન ચોરીના બનાવ બની ચૂક્યા છે ગત સપ્તાહમાં બડોલીમાં ચંદનના 16 વૃક્ષો કાપી સુગંધીદાર ચંદનના લાકડાની ચોરી થવા પામી હતી તે અરસામાં જ પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ચાંડપ ગામમાં સતત બે દિવસ બે ખેતરમાં બેખોફ બનેલા ચંદન ચોરો ત્રાટકયા હતા.

સતત બે દિવસ ચંદન ચોરોએ તરખાટ મચાવ્યો
​​​​​​​
તારીખ 11-04-22ની રાત્રિ દરમિયાન અશોકકુમાર ચુનીલાલ પટેલના ખેતરમાંથી 12 વર્ષ જૂના ચંદનના બે ઝાડના 5-6 ફૂટનું સુખડ ચંદનનું લાકડું અને ચાંડપ ગામના જ વિનુભાઈ ભીખાભાઈ પ્રજાપતિના ખેતરમાંથી બારેક વર્ષ અગાઉ વાવેતર કરેલ ચંદનના બે વૃક્ષનું થડ નું પાંચ-છ ફૂટનું સુખડ ચંદનનું સુગંધીદાર લાકડું મશીનથી કાપીને ચંદનચોર ફરાર થઈ ગયા હતા. પોલીસે બન્ને કિસ્સામાં 50-50 હજારની કિંમતના ચંદનની ચોરી થવા અંગે ગુનો નોંધ્યો હતો એક જ ગામમાં સતત બે દિવસ ચંદન ચોરોએ તરખાટ મચાવતા પોલીસ પેટ્રોલિંગ અને ગુનો નોંધાયા બાદની તપાસ સામે પણ અંગુલિનિર્દેશ થઈ રહ્યા છે.

8 મહિનામાં ચંદન ચોરીનો ભોગ બનેલા ગામો
નેત્રામલી,વસાઈ, સૂર્યનગરકંપા, ગંભીરપુરા, ગંભીરપુરા નવીવસાહત, ઇડર સાબર શીત કેન્દ્રની બાજુમાં, બકરપુરા, સદાતપુરા, બુઢિયા, સાબલવાડ, સાપાવાડા, સવગઢ છાવણી, જવાનપુરા,બડોલી ચાંડપ

ચોરોની આ છે ચોરીની મોડસ ઓપરેન્ડી....
જ્યાં ચંદનના વૃક્ષો હોય તે વિસ્તારના ખેડૂતોને ત્યાં ભાગીયા તરીકે રહી ચંદનના વૃક્ષોની સ્થિતિની જાણકારી મેળવી, જે વૃક્ષોની ઉંમર વધુ હોય તેની રેકી કરતા રહી મોટાભાગે એવી સ્થિતિમાં કે જયારે ખેડૂતો મહદંશે ખેતરમાં આવવાનું ટાળતા હોય છે તેવા દિવસોમાં અન્ય સાગરીતોને બોલાવી રાત્રી દરમિયાન મશીન કે સાદી કરવતથી થડને કાપી ટુકડા કરી લઈ જઈ તેમાંથી સુગંધીદાર પદાર્થને અલગ કરી વેચી કાઢવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...