તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:યુવતીએ પિતાએ આપેલા પૈસાનો હિસાબ માગતાં મારમારી તગેડી

હિંમતનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરની યુવતીના લગ્ન ખેડાના વસોમાં થયા હતા

હિંમતનગરની ખેડા જિલ્લાના વસોમાં પરણાવેલ યુવતીને પતિ, સાસુ-સસરા, બે જેઠાણીએ મહેણા ટોણા મારી પતિને ઉશ્કેરણી કરતાં મારતા મહિલાએ 5 સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હિંમતનગરના દર્શીનીબેનના લગ્ન ખેડાના વસોમાં રહેતા યતીનભાઇ દિલીપભાઇ પટેલ સાથે સામાજીક રીતરિવાજ મુજબ થયા હતા. ત્યારબાદ સસરા દિલીપભાઇ ધુળાભાઇ પટેલ, સાસુ કોકીલાબેન દિલીપભાઇ પટેલ, જેઠાણી હિનલબેન ભાવીનભાઇ પટેલ તથા કોમલબેન નિપુલભાઇ પટેલ અવાર નવાર મહેણા ટોણા મારતા હતા અને તારી મા એ તને કંઇ શીખવાડ્યુ નથી,

તારા પિતાએ દહેજમાં કંઇ આપ્યુ નથી તેવા મ!ેણા મારતા હતા. 2010 માં પતિને જરૂરિયાત હોવાથી પિતા પાસેથી દર્શીનીબેને રૂ. 3 લાખ રોકડા અને વર્ષ 2012માં લંડન જવાનુ હોવાથી રૂ. 5 લાખ લઇ આપ્યા હતા. પરંતુ તા. 04-08-20 ના રોજ સાસુ, સસરા, બે જેઠાણીએ ભેગા મળી ભાગ લાગ માટે આવ્યા હતા અને કહ્યુ હતુ કે જૂનુ મકાન ખાલી કરી દો જેથી દર્શીનીબેને પિતાએ આપેલ આઠ લાખ રૂપિયા અને અત્યાર સુધી પતિએ આપેલ રૂપિયાનો હિસાબ માંગતા મારી કાઢી મૂકી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો