અનુદાન:શાળાઓને અત્યાધુનિક બનાવવા વર્લ્ડ બેંક ગુજરાતને 2.5 મિલિયન ડોલર આપશે

હિંમતનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્લ્ડબેંકની ટીમ કેશરપુરા પ્રા.શાળા અને ઇડર ડાયટની મુલાકાતે

ઇડરની કેશરપુરા પ્રાથમિક શાળાની વર્લ્ડ બેંકની ટીમ દ્વારા મુલાકાત લેવાઇ હતી. જેમાં શિક્ષણક્ષેત્રે ગ્રીન સ્કૂલનું ખૂબ જ મહત્વ છે અને રાજ્યમાં તથા સાબરકાંઠા જિલ્લામાં આવી ગ્રીનસ્કૂલની સંખ્યામાં વધારો થાય તે માટે ચર્ચા વિચારણા કરી હતી. આ મુલાકાત દરમિયાન ટીમ દ્વારા કેશરપુરા પ્રાથમિક શાળામાં ચાલતી બાળ ડોક્ટર, બાલ બચત બેંક, ઔષધ બાગ, કિચન ગાર્ડન, ગ્રીન હાઉસ, હેલ્થ કોર્નર, અક્ષય પાત્ર સ્માર્ટ ક્લાસ, સેનેટરી પેડ એ.ટી.એમ, ભાષા કોર્નર જેવી પ્રવૃતીઓથી પ્રભાવિત થયા હતા.

ટીમ દ્વારા આ શાળાના કોન્સેપ્ટની પ્રશંસા કરાઇ હતી અને શાળાઓને અત્યાધુનિક બનાવવા વિશ્વ બેંક દ્વારા ગુજરાતને 2.5 મિલિયન ડોલરનું અનુદાન આપનાર હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ ટીમ દ્વારા ઇડર ડાયેટની મુલાકાત લેવાઇ હતી. આ મુલાકાત સમયે જિલ્લા વિકાસ અધિકારી નિતિન સાંગવાન ઉપસ્થિત રહ્યા હતા અને ટીમ દ્વારા પ્રેઝન્ટેશન નિહાળવામાં આવ્યું હતું. આ દરમિયાન વર્લ્ડ બેંક ટીમના સભ્ય સારા, કેન્દ્ર સરકારના અગ્રણી કમલેશ, અનિલ ઉપાધ્યાય સર્વ શિક્ષા ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ વિભાગના કર્મીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...