તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાયરલની ધમકી:મહિલાએ બિભત્સ હરકતોનો સ્ક્રીન રેકોર્ડ યુવકને મોકલી પૈસા માંગતા ગુનો નોંધાયો

હિંમતનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં મહાવીરનગરના યુવાન સાથેની ઘટના
  • સોશિયલ મિડીયામાં અપલોડ કરી વાયરલની ધમકી આપી

હિંમતનગર મહાવીરનગરના 29 વર્ષના યુવાનને મહિલાએ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માગણી કરતાં યુવાને ફરિયાદ દાખલ નોંધાવી હતી. હિંમતનગરના મહાવીર નગરમાં રહેતા વિમલકુમાર અરવિંદભાઈ પટેલ(ઉ. વ. 29,રહે. વિષ્ણું સોસાયટી મહાવીરનગર મૂળ રહે.તલાટી ફાર્મ, કાચ્છાઇ રોડ મહેમદાવાદ જિ.ખેડા) ને મો. નં.6900270348 ઉપરથી મહિલાએ દસેક દિવસ અગાઉ વોટસઅપ વીડિયો કોલ કરી બિભત્સ હરકતોનો સ્ક્રીન રેકોર્ડ કરી વીડિયોને સોશિયલ મિડીયા માં પણ અપલોડ કરી વાયરલ કરવાની ધમકીઓ આપી તેમ નહીં કરવા બદલ પૈસાની માગણી કરતાં યુવાને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે આઇટી એકટ અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...