તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળી બાદ શરૂ થયેલ કોરોનાની બીજી લહેરથી સાબરકાંઠા જિલ્લામાં સંક્રમણ બેવડાયું છે અને પ્રતિદિન કોરોનાના કેસ રફ્તાર પકડી રહ્યા છે. ઓગસ્ટ થી ઓક્ટોબર ત્રણ મહિના દરમિયાન 780 કેસ નોંધાવવા છતાં પ્રતિદિન 8.47 કેસ નોંધાયા હતા. પરંતુ છેલ્લા સાત દિવસ દરમિયાન 111 કેસ નોંધાતા પ્રતિદિન સરેરાશ 15.85 વ્યક્તિ સંક્રમિત થઇ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. તેમ છતાં વડામથક હિંમતનગર સહિત જિલ્લાભરમાં બેદરકારી જોવા મળી રહી છે.
હાલમાં માસ્ક એકમાત્ર વિકલ્પ છે ભીડ અને ટોળા ન જોવા મળવા જોઈએ તેની જગ્યાએ દિવાળીના તહેવારોમાં ભીડ જમ્યા બાદ હવે લગ્નની ખરીદી માટે ભીડ ઉમટી રહી છે અને સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા ત્રણ માસ દરમિયાન પ્રતિ માસ સરેરાશ 260 કેસ નોંધાયા બાદ દિવાળી પછી 7 દિવસમાં જ 111 કેસ આરોગ્ય તંત્રના રેકોર્ડમાં નોંધાયા છે અને ચાર કોવિડ-19 હોસ્પિટલોમાં 100 થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર ઓગસ્ટ, સપ્ટેમ્બર ઓક્ટોબર ના 92 દિવસ દરમિયાન પ્રતિદિન 8.47 ની સરેરાશથી 780 કેસ નોંધાયા હતા. નવેમ્બરમાં અત્યાર સુધીમાં 207 કેસ નોંધાયા છે તે પૈકી છેલ્લા સાત દિવસમાં પ્રતિદિન 15.85 ની સરેરાશથી 111 કેસ નોંધાયા છે.
કેસની વિગત | |
મહિનો | કેસ |
ઓગસ્ટ | 234 |
સપ્ટેમ્બર | 275 |
ઓક્ટોબર | 271 |
કુલ | 780 |
તારીખ | કેસ |
24-11-20 | 17 |
23-11-20 | 19 |
22-11-20 | 18 |
21-11-20 | 17 |
20-11-20 | 16 |
19-11-20 | 14 |
18-11-20 | 10 |
કુલ | 111 |
હિંમતનગર કેનાલ ફ્રન્ટ પર 142 જણાએ રેપીડ ટેસ્ટ કરાવ્યો, 5 પોઝિટિવ
હિંમતનગરના મહાવીરનગરમાં કેનાલ ફ્રન્ટ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા વધુ એક રેપીડ ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાતા મંગળવારે પ્રથમ દિવસે 142 લોકોએ રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો તે પૈકી પાંચનો રેપીડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.
ઇડરમાં આજથી 9 ડિસે. સુધી સાંજના ચાર પછી બજાર બંધ રહેશે
ઇડર નાયબ કલેક્ટર કચેરીમાં ઇડરના તમામ વેપારી એસો. સાથે બેઠકનું આયોજન કરાતાં સર્વાનુમતે નક્કી કરાયું હતું કે સંક્રમણ અટકાવવા આજથી 9 ડિસેમ્બર સુધી ઇડરના તમામ બજાર સાંજના 4 વાગ્યા પછી બંધ રહશે. જેમાં આવશક્ય સેવા મેડિકલ ચાલુ રખાશે. ઇડર શહેર, જવાનપુરા વિસ્તાર તેમજ લાલપુર પંચાયત વિસ્તારના લારી ગલ્લા તેમજ તમામ રોજગાર ધંધા બંધ રખાશે.
તલોદ-પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર કોરોના પોઝિટિવ
ભાજપના તલોદ- પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની તબિયત લથડતાં ત્રણ દિવસ તાવ આવતા નજીકની હોસ્પિટલમાં રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટાઇન કરાય હતા. જેમના પરિવારમાં કોરોના રિપોર્ટ કરાવતાં તેમના પુત્ર સહિતનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.