• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • The Teachers Of Poshi Taluka Gather The Children Of Std. 1 8 Of The Same Area In The Street And Teach Them At Home With The Slogan Of Sikhs.

શેરી શિક્ષણ:પોશીના તાલુકાના શિક્ષકો એક જ વિસ્તારના ધોરણ 1 - 8 ના બાળકોને શેરીમાં ભેગા કરી ઘેર શીખોના સૂત્ર સાથે ભણાવે છે

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોશીના તાલુકાના શિક્ષકોએ શેરી શિક્ષણ શરૂ કર્યું

પોશીનાના અંતરિયાળ વિસ્તારમાં ઓનલાઇન શિક્ષણ ની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તાલુકાની ભૌગોલિક સ્થિતી, વનવાસીઓની આર્થિક સ્થિતિ ઇન્ટરનેટ, મોબાઇલ નેટવર્કનો અભાવ, ટીવી વસાવવાની ક્ષમતા વગેરે જેવા પરિબળોને લઈ આ વિસ્તારમાં ઓનલાઇન શિક્ષણ લગભગ અશક્ય છે. અનેક પડકારો વચ્ચે બેસી રહેવાને બદલે જિલ્લાના શિક્ષણ વિભાગે આદિવાસી બાળકોનું શૈક્ષણિક ભાવિ ન બગડે તે હેતુસર બાળકોના ઘેર જઈ શિક્ષણ આપવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરી વિગત આપતાં જણાવ્યું કે ધો - 8 સુધીના બાળકો ઘેર બેઠાં જ શિક્ષણ મેળવી શકે અને વિદ્યાર્થી-શિક્ષક વચ્ચેનું તારતમ્ય જળવાઈ રહે તે હેતુસર શેરી શિક્ષણનો કોન્સેપ્ટ અપનાવ્યો છે. એક જ વિસ્તારના બાળકોને શેરીમાં એકત્ર કરી ઘેર શીખોના સૂત્ર સાથે તા. 10-06-21 થી શેરી શિક્ષણનો પ્રારંભ કરાયો છે. શિક્ષકો દ્વારા ઘેર આવીને શિક્ષણ પીરસવામાં આવી રહ્યું હોવાથી વાલીઓમાં પણ ખુશીનો માહોલ છે. તાલુકાની અજાવાસ જૂથ પ્રાથમિક શાળાના બાળકોને ઓનલાઇન શિક્ષણ આપી ન શકાય તેમ હોવાથી શેરીએ-શેરીએ ધૂમીને સીમિત સંખ્યામાં બાળકોને એકત્ર કરીને પ્રાથમિક શિક્ષકો નૈસર્ગિક વાતાવરણમાં બાળકોના શિક્ષણના ક્રમને જીવંત રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...