તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સરકારી નોકરીની લાલચ આપી છેતરપિંડી કરનારો ઠગ ઝડપાયો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેવીના નિવૃત્ત ઓફિસર હોવાની ઓળખ આપી બેરોજગારોને છેતરતો હતો
  • લેડીઝ સ્ટાફ જોઈએ છે ની જાહેરાત આપી અને LCBઅે દબોચ્યો

નેવીના નિવૃત્ત ઓફિસર હોવાની અને ગૃહ મંત્રાલયની ઓફિસમાં દિલ્હીમાં બેસતો હોવાની ડંફાસ મારી નોકરીની લાલચ આપી પૈસા ખંખેરતાં શખ્સે લેડીઝ સ્ટાફ જોઈએ છે ની જાહેરાત આપતાં એલસીબીએ તા. 02 જુલાઇએ હિંમતનગરમાંથી ઝડપ્યો હતો.

હિંમતનગર શહેરના માળીના છાપરીયા વિસ્તારમાં યુવાનોને વિનામૂલ્યે કોમ્પ્યુટર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવવા ક્લાસીસ ચાલુ કરવા જગ્યા ભાડે રાખવા અને પોતે નેવીમાંથી નિવૃત્ત થયેલ હોવાની તથા હોમ અફેર્સ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાનું આઇકાર્ડ બતાવી સરકારી નોકરી મેળવવા ઇચ્છુક 4 જણા અને એક સાપ્તાહિક પેપરની મંજૂરી અપાવવાના બહાને રૂ. 76 હજારની ઠગાઈ કરનાર મલય ઉર્ફે ચિરાગ ભાલચંદ્ર વાડીલાલ ચોક્સીએ ઇડર અને દરામલીમાં યુવાનોને વિના મૂલ્યે કોમ્પ્યુટર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે ક્લાસીસ ચાલુ કરવા અનુસંધાને તા. 29 જૂનના રોજ લેડીઝ સ્ટાફ જોઈતો હોવા અંગે જાહેરાત આપતા એલસીબીએ છેતરપિંડીની અગાઉ મળેલ અરજીઓને નજર સમક્ષ રાખી આ શખ્સનંુ પગેરૂ દબાવી ગીરધરનગર ઓવરબ્રિજ પાસેથી ઝડપ્યો હતો.

અત્યાર સુધી ઠગે આચરેલ ગુના

  • વર્ષ 2010માં નવરંગપુરા ચાર રસ્તા પાસે ફ્લાઇંગ બર્ડ નામની એર હોસ્ટેસના ક્લાસીસ ચાલુ કરી પાંચ વિદ્યાર્થીઓની ટ્રેનિંગ કરાવી દિલ્હી પાલમ એરપોર્ટ પર ઇન્ટરવ્યૂ કરાવ્યા હતા અને ઉદેપુર એરપોર્ટ પર સરકારી નોકરીનું કહી કોન્ટ્રાક્ટ બેઝ પર લગાડી દોઢ મહિનામાં છૂટા કર્યા હતા.
  • વર્ષ 2011 થી 2021 દરમિયાન અમદાવાદ, સુરત, આણંદ, જૂનાગઢમાં રેલ્વેમાં આઈઆરટીસીમાં નોકરીની લાલચ આપી પૈસા પડાવ્યા હતા.
  • હાલ અમદાવાદના અજયકુમાર વિનોદભાઈ રાવળ અને તેની બહેન પાયલને રેલ્વેમાં આઈઆરટીસીમાં નોકરીની લાલચ આપી રૂ.3 લાખ તથા પૂજાબેન પાસેથી રૂ. 2 લાખ, બાપુનગરના સુનિત ઈન્દ્રદેવ મિશ્રા પાસેથી રૂ.1.95 લાખ ગોમતીપુરના નિલેશભાઈ રમેશભાઈ શર્મા પાસેથી રૂ.1.80 લાખ, ગોમતીપુરના ઇનાયત હુસેન રંગરેઝ પાસેથી રૂ.1.30 લાખ ગોમતીપુરના હિમાંશુ જગદીશભાઈ બારોટ પાસેથી રૂ. 90 હજાર ખંખેર્યા છે.

ઉચ્ચ હોદ્દાનું બનાવટી આઈકાર્ડ બનાવી છેતરતો
જુદી જુદી જગ્યાએ મકાન ભાડે રાખી જાહેર ખબરો આપી બેરોજગાર યુવાનોના સંપર્કમાં આવી કેન્દ્રીય ગૃહમંત્રાલયના ઉચ્ચ હોદ્દાનું બનાવટી આઈકાર્ડ બતાવી સરકારી વિભાગોમાં નોકરી અપાવવાની લાલચ આપી ખંખેરી શકાય તેટલા રૂપિયા ખંખેરી લઈ દુકાન-અોફિસ છોડી પલાયન થઈ જવાનું નવા ઠેકાણે ફરીથી આવી જ રીતે લોકોને છેતરપિંડી કરવાની.

અન્ય સમાચારો પણ છે...