નિયમોનું ઉલ્લંઘન:બેરણા મંડળીએ દૂધ સ્વીકારતાં સાબરડેરીએ દૂધ ન સ્વીકાર્યું

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે ટંકનું દૂધ ન સ્વીકારતાં દૂધ ઉત્પાદકોએ અન્ય જગ્યાએ દૂધ ભરાવ્યું

હિંમતનગરના બેરણાની દૂધ મંડળીમાં ખાનગી ડેરી દ્વારા ગુણવત્તા વિહીન દૂધ ભરાવવાનો મામલો બહાર આવ્યા બાદ સાબરડેરીએ હિસાબી સાહિત્યની ચકાસણી કરી તા.12-06-21 ના રોજ સવારે અને સાંજે બે ટંકનું દૂધ ન સ્વીકારવાનું સજારૂપ ફરમાન કરતાં દૂધ ઉત્પાદકોને આજુબાજુની મંડળીઓમાં દૂધ ભરાવવાનો વારો આવ્યો હતો.

31 માર્ચે બેરણા દૂધ મંડળીમાં હિંમતનગરની સુરભી ડેરીના રવિ શર્મા નામના શખ્સ દ્વારા ભરાવતા દૂધ નું સેમ્પલ સ્વીકારવા લાયક ન હોવાનો સાબરડેરીનો ટેસ્ટ રિપોર્ટ આવતા હોબાળો મચી ગયો હતો અને ગ્રામજનોએ મંડળીના ચેરમેન સદસ્યોને સાંકડે લેતાં ખાનગી ડેરીના રવિ શર્માને રૂ. 5 લાખ દંડ કરવાનો કારોબારીએ નિર્ણય લીધાનું ચેરમેને જણાવ્યું હતું. એક વર્ષ દરમિયાન ખાનગી ડેરીના સંચાલકે 49 લાખથી વધુનું દૂધ ભરાવ્યું છે. સાબરડેરીના ડો. જે. કે. પટેલે જણાવ્યું કે પશુપાલન કરતો હોય તેવા વ્યક્તિનું દૂધ લેવાનો જ નિયમ છે. સાબરડેરીની જાણ બહાર વેપારીનું દૂધ સ્વીકારવું નિયમોનું ઉલ્લંઘન છેજેથી એક દિવસનું દૂધ ન સ્વીકારી ભવિષ્યમાં આવું ન થાય તેની ચેતવણી અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...