તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેતી ચોરી:સાબરકાંઠા ખાણખનિજે રેતી ચોરી કરતાં ડમ્પરને બીજી વખત પકડ્યું

હિંમતનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લા ખાણખનિજ વિભાગ દ્વારા ગુરૂવારે બપોરે ખનિજ ચોરતાં વાહનની માહિતી મળતાં કાર્યવાહી હાથ ધર્યાની જાણ થતાં ખનિજ ચોર ડમ્પર ચાલક મુખ્ય રસ્તાથી અંદર જઇ હાપા ગામમાં ડમ્પરને લોક કરી મૂકી ફરાર થઇ જતાં વિભાગે ડમ્પરને સીઝ કરી રૂરલ પોલીસ સ્ટેશનમાં મૂક્યુ હતું. આ ડમ્પરને ખાણખનિજે અગાઉ પણ ખનન ચોરી કરતાં પકડ્યું હતું.

ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીએ વિગત આપતાં જણાવ્યુ કે તા.02-09-21 ના રોજ બપોરે ડમ્પર નં. જી.જે-35-ટી-1664 માં રોયલ્ટી ભર્યા વગર રેતી ખનિજની ચોરી થઇ રહી હોવા અંગે ચોક્કસ માહિતી મળતા એક ટીમ રવાના કરી હતી. પરંતુ ગમે તે રીતે જાણ થઇ જતાં ચાલક પોલાજપુર પાટિયાથી ડમ્પર વાળી લઇને હાપા ગામમાં પહોંચી ગયો હતો અને ડમ્પર લોક કરીને ફરાર થઇ ગયો હતો. રેડ કરવા ગયેલ ટીમે ભારે શોધખોળને અંતે ડમ્પર શોધી કાઢી ચાલક અને માલિકની રાહ જોવા છતા ન આવતાં બિનવારસી ડમ્પર સીઝ કરી વજન કરાવતા 34.730 મેટ્રીકટન રેતી ભરેલ હોવાનુ બહાર આવ્યુ હતું. ડમ્પરની કસ્ટડી રૂરલ પોલીસને સોંપીને રેકર્ડ આધારિત ચકાસણી કરતાં ખનિજ ચોરીમાં અગાઉ પણ આ ડમ્પર પકડાયેલ હોવાનુ અને ડમ્પર માલિક ખનિજ ચોરી કરવા ટેવાયેલ હોવાનુ જણાતા તેના દ્વારા ક્યાં ક્યારે અને કેટલી ખનિજ ચોરી કરવામાં આવી છે તેની વિગતો એકઠી કરાઇ રહી હોવાનુ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...