મદદ:પ્રાંતિજની શક્તિવીંગ ટીમે પરિવારથી વિખૂટા પડેલાં યુવાનનું મિલન કરાવ્યું

હિંમતનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દહેગામનો યુવક અસ્થિર મગજનો હોવાથી વિખૂટો પડી ગયો હતો

પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શક્તિવીંગની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન રોડની સાઇડમાંથી મળી આવેલ યુવકનું નામ સરનામું જાણી પરિવારથી વિખૂટો પડી ગયો હોવાનુ જણાવતાં પરિવારનો સંપર્ક કરી મિલન કરાવ્યુ હતું.

પ્રાંતિજ પોલીસ શક્તિવીંગની ટીમ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન પ્રાંતિજ કોલેજ ત્રણ રસ્તાથી થોડેક આગળ જતા ને.હા. નં. 8 રોડની સાઇડમાં એક યુવાન મળી આવતાં તેને પોલીસ સ્ટેશન લઇ જઇ પૂછપરછ કરતા તેનુ નામ કૃણાલ હરીશભાઇ અમીન(પટેલ) (રહે. ખોડીયાર સોસાયટી પાંજરાપોળની સામે દહેગામ) જણાવતા તેના પિતા હરીશભાઇનો સંપર્ક કરી તેમનો દીકરો માનસિક બિમાર હોવાનુ અને તા.08-08-21 નારોજ ઘેરથી નીકળી ગયો હોવાનું જણાવતાં પોલીસ સ્ટેશન બોલાવી યુવાનનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...