આવેદન:પડતર માંગણીઓને લઇ 22 એપ્રિલે વીજકર્મીઓ રજા પર જશે

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં કલેકટર અને એસપીને આવેદન આપી માંગ સંતોષવા રજૂઆત કરાઇ

સોમવારે વીજકર્મીઓની પડતર માંગણીઓ સંતોષાઈ ન હોવાથી અને સ્ટાફ સેટ-અપને ગત વર્ષે રાજ્ય સરકારે મંજૂરી આપવામાં આવ્યા બાદ આજદિન સુધી તેનો સંપૂર્ણ પણે અમલ કરવામાં ન આવતા સૂત્રોચ્ચાર કરી કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી 22 એપ્રિલે માસ સીએલ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી.માં સ્ટાફ સેટ-અપને ગત વર્ષે રાજ્ય સરકારે મંજૂરી આપવામાં આવ્યા બાદ આજદિન સુધી તેનો સંપૂર્ણ પણે અમલ કરવામાં ન આવતા કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સિમિતિના નેજા હેઠળ ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી.મેનેજમેન્ટને તા.10-03-22 ના રોજ આંદોલનાત્મક કાર્યક્રમ અંગેની નોટિસ અપાઇ હતી

અને તેના અનુસંધાને સા.કાં. કલેક્ટરને તા.16-04-22 ના રોજ જીઇબી એન્જીનીયર્સ એસોસિએશન અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના હિંમતનગર વર્તુળ કચેરીના હોદ્દેદારો દ્વારા આવેદન આપી ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી.ના કોર્પોરેટ ઓફિસ, એસ.એલ.ડી.સી રાજ્યની તમામ 3 ઝોનલ ઓફીસ, 13 વર્તુળ ઓફિસ અને 13 વિભાગીય કચેરીના તાબા હેઠળના 15 હજાર કર્મચારીઓ દ્વારા તા.18-04-22 અને 19-04-22 ના રોજ સંસ્થાની વિવિધ કચેરી આગળ સૂત્રોચ્ચાર કરાશે તથા તા.20-04-22 અને તા.21-04-22 નારોજ કર્મચારીઓ વર્ક-ટુ-રૂલ મુજબ કામ કરશે અને તા.22/04/22 ના રોજ પંદર હજાર કર્મચારી એક દિવસીય માસ સી-એલ પર જશે.

અન્ય સમાચારો પણ છે...