તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:125 વર્ષ જૂના ઇડર ગઢ પરના દોલત ભવનને વેચવાનો કારસો, વેચાણનો મામલો મહેસાણા સંયુક્ત ચેરિટી કમિશનર કચેરી સુધી પહોંચ્યો, રાજકોટના ટ્રસ્ટને વિના અવેજ બક્ષીશ કરવા હિલચાલ

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દોલત ભવન - Divya Bhaskar
દોલત ભવન

ઐતિહાસિક ધરોહર ઈડરિયા ગઢ પર આવેલા 125 વર્ષ જૂના દોલત ભવનને વેચવાનો મામલો મહેસાણા સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી સુધી પહોંચતા ખળભળાટ મચી ગયો છે અને ક્ષત્રિય હિતકારિણી સભાના સદસ્યોમાં પારાવાર રોષ પેદા થયો છે. દોલતભવનની જગ્યા 1993માં મહારાજાના કુલમુખત્યારે હિંમતનગરના ક્ષત્રિય હિતકારિણી સભા ટ્રસ્ટને તબદીલ કરી આપ્યા બાદ કેટલાક હોદ્દેદારો દ્વારા સવાસો વર્ષ જૂના દોલત ભવનને વેચવાનો કારસો ઘડી કાઢી રાજકોટના ટ્રસ્ટને વિના અવેજ બક્ષીશ કરવા ની હિલચાલથી રોષ પેદા થયો છે.

રાજ્યના ઐતિહાસિક અને પ્રાચીન સ્મારકોમાં મોખરાનું સ્થાન ધરાવતા ઈડરિયા ગઢને ખનીજ માફિયાઓએ કોતરી ખાધા બાદ ગઢ પરના ઐતિહાસિક ધરોહર સમાન દોલત ભવનને વેચવાનો કારસો ઘડી કાઢવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. સવાસો વર્ષ જેટલા પ્રાચીન દોલતભવનની જગ્યા મહારાજા શ્રી રાજેન્દ્રસિંહ દલજીતસિંહના કુલમુખત્યાર મહારાજા મહેન્દ્રસિંહ મોહનસિંહે સને 1993માં ક્ષત્રિય હિતકારિણી સભા હિંમતનગરના ટ્રસ્ટને સમાજના હિતમાં તબદીલ કરી આપી હતી.

ત્યારબાદ ક્ષત્રિય હિતકારિણી સભાના કેટલાક હોદ્દેદારો દ્વારા તા. 22-03-2004ના રોજ અમદાવાદના સતિષભાઈ ડાહ્યાભાઈ પટેલ પાસે રૂ.15.51 લાખ વેચાણ કિંમત નક્કી કરી રૂ.50 હજાર બાના પેટે લઇ માય ઓન હાઇસ્કૂલના પ્રિન્સિપાલના લેટરપેડ પર કાચો વેચાણ કરાર કરી આપવામાં આવ્યો હતો.

જેની સાર્વજનિક ટ્રસ્ટના સરવૈયામાં નોંધ પણ પાડવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી આ મિલકત દોલતભવનની જગ્યા રાજકોટના ટ્રસ્ટને વિના અવેજ બક્ષિશ કરવા હિલચાલ આદરી મંજૂરી માટે મહેસાણાની સંયુક્ત ચેરીટી કમિશનર કચેરીમાં જતા સંયુક્ત ચેરીટી કમિશનરે વાંધા અરજીઓ પુરાવા સહિત રજૂ કરવા મંગાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેને પગલે હિંમતનગરની ક્ષત્રિય હિતકારીણી સભાના સદસ્યો, સાબરકાંઠા સામાજિક સંસ્થાઓના આગેવાનો, જિલ્લાના ક્ષત્રિય આગેવાનોની સાથે સાથે બક્ષીશ આપનાર રાજવી પરિવારના વારસોમાં પણ આક્રોશ પેદા થયો છે.

દોલતભવનની જગ્યા કુલમુખત્યાર મહારાજા મહેન્દ્રસિંહે વર્ષ1993માં ક્ષત્રિય હિતકારિણી સભા હિંમતનગરના ટ્રસ્ટને સમાજના હિતમાં તબદીલ કરી આપી હતી, સભાના કેટલાક હોદ્દેદારોએ વર્ષ 2004 માં અમદાવાદના સતિષભાઈ પટેલ પાસે રૂ 15.51 લાખ કિંમત નક્કી કરી રૂ 50 હજાર બાના પેટે લઇ કાચો વેચાણ કરાર પણ કરી આપ્યો હતો

હેરિટેજ સ્થળના વિકાસ માટે કરોડોની લોન અને મસમોટી સબસીડી પણ મળે છે
પ્રાચીન અને ઐતિહાસિક ધરોહરો ને જાળવવા તથા તેનો વિકાસ કરવા કરોડો રૂપિયાની લોન મળે છે અને રાજ્ય સરકાર તેમાં મોટી સબસીડી આપે છે એનો આંકડો પણ કરોડોમાં થાય છે. લીટીગેશનની જવાબદારી સાથે વિના અવેજ દોલત ભવનને બક્ષીશમાં મેળવવા પાછળનો ઇરાદો ઘણું બધું કહી જાય છે. કારણ અગાઉ સોદો કરનાર સતિષભાઈ ડાહ્યાભાઈ પટેલ કોર્ટમાં ગયેલા છે અને એ મેટર પણ પેન્ડિંગ છે તેની જવાબદારી પણ આ સંસ્થાએ સ્વીકારી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser