તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:સ્નાન કરતાં શખ્સે વીડિયો ઉતારવાની ના પાડતાં માથામાં લાકડી ફટકારી

હિંમતનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇડરના રાવોલમાં પાંચ દિવસ અગાઉનો બનાવ
  • બચાવવા જતાં મહિલાને પણ લાકડી મારી દીધી

ઇડરના રાવોલમાં પાંચેક દિવસ અગાઉ રાત્રે ઘર આગળ સ્નાન કરતાં વ્યક્તિનો વીડિયો ઉતારી રહેલ શખ્સે સ્નાન કરનાર વ્યક્તિએ વિડીયો ઉતારવાની ના પાડતાં ઉશ્કેરાઈ જઈને માથામાં લાકડીના ફટકા મારતાં ગંભીર ઇજાઓ થતાં જાદર પોલીસે આઈપીસી 307 અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.03-06-21ના રોજ રાવોલ ગામના બાલશંકર કાંતિલાલ ઉપાધ્યાય રાત્રે નવેક વાગ્યે પોતાના ઘર આગળ સ્નાન કરવા બેઠા હતા. દરમિયાન તેજસભાઈ ખાતુરામ ઉપાધ્યાય મોબાઈલથી વીડિયો શુટિંગ કરી રહ્યો હોવાથી વીડિયો ઉતારવાની ના પાડતાં તેજસ ઉપાધ્યાય ઉશ્કેરાઈ ગયો હતો અને દોડીને ઘરમાંથી લાકડી લઇ આવી બાલશંકર ભાઇના માથામાં વચ્ચેના ભાગે, કપાળમાં અને શરીરે ફટકા માર્યા હતા. તેમને બચાવવા પુષ્પાબેન વચ્ચે પડતાં તેમને પણ લાકડીના ફટકા માર્યા હતા. માથામાં ગંભીર ઇજાઓ સાથે બાલશંકરભાઈને સારવાર અર્થે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...