તોફાનો બાદ સર્વે:પાલિકાએ સર્વે કરતાં 304 મકાનોને તાળું, 127 પૈકી 23માં ભાડુઆત

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરના હસનનગર વણઝારાવાસમાં તોફાનો બાદ સર્વે
  • પાલિકા જાગી એટલામાં 70 ટકાથી વધુ લોકો તાળાં મારી ફરાર

હિંમતનગર શહેરના હસનનગર વણઝારાવાસમાં સતત બે રાત્રિ દરમિયાન હુમલા થયા બાદ આવાસ યોજનામાં ગેરકાયદે રીતે રહેતા ભાડુઆતોને શોધી કાઢવા સર્વે હાથ ધરાતા 304 મકાનોને તાળું મારેલુ જોવા મળ્યું હતું. જ્યારે બાકીના 127 પૈકી 23 માં ભાડુઆતો મળી આવ્યા હતા.

હસનનગર - વણઝારાવાસમાં છેલ્લા કેટલાક વર્ષોમાં 7 થી 8 વખત જૂથ અથડામણના બનાવો બની ચૂક્યા છે અને પોલીસ દ્વારા ગુનો નોંધવાથી વિશેષ કામગીરી થઇ નથી. જેને કારણે નિર્ભીક બની ગયેલ અસામાજીક તત્વોએ રવિ અને સોમવારની રાત્રે બબ્બે વાર વણઝારાવાસ ઉપર પેટ્રોલ બોમ્બ અને પથ્થરમારો કરી હુમલો કરતા કેટલાક પરિવારોએ હિજરત કરવાનું નક્કી કરી લીધું હતું ત્યારે તંત્ર દોડતું થયું હતું અને આવાસ યોજનામાં ગેરકાયદે અડીંગો જમાવનાર અસામાજીક તત્વોને શોધી કાઢવા પાલિકા દ્વારા સર્વે હાથ ધરાયો હતો.

પરંતુ તંત્ર જાગ્યુ એટલામાં 70 ટકાથી વધુ લોકો તાળા મારીને પલાયન થઇ ગયા હતા. પાલિકા સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર 304 મકાનોને તાળુ મારેલું હતુ અને 127 મકાનો ખુલ્લા હતા તેમાં 23 ભાડેઆત મળી આવ્યા છે. બાકીના લાભાર્થીઓ માટે તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...