તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પાપની શૂલને ફૂલ બનાવી દઈને એના ડંખ ડૂલ કરી દેવાની ચમત્કારિક શક્તિ પ્રાયશ્ચિતમાં છે: જૈનાચાર્ય

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્યુષણ નિમિત્તે હિંમતનગરમાં જૈન મુનિ મહાહંસ વિજયજી મ.સા.નું પ્રવચન

હિંમતનગરના મહાવીરનગર જૈન ઉપાશ્રયમાં જૈન મુનિ મહાહંસ વિજયજી મહારાજ સાહેબના સાનિધ્યમાં પર્યુષણ પર્વની ઉજવણી થઈ રહી છે. તેમને શ્રોતાઓને જણાવ્યું કે ‘દેવ-દ્રવ્ય-વૃદ્ધિ’ આ કર્તવ્યની કહાણી વખતે દરેક શ્રોતાની આંખ આગળ ગરવો ગઢ ગિરનાર ખડો થઈ જાય છે. એ ગિરનાર ! ત્યાં સર્જાયેલો એ વિવાદ ! એને સૌથી વધુ સુવર્ણ બોલીને ઇન્દ્રમાળા પહેરવા દ્વારા, એ વિવાદનો અંત લાવનાર એ મહામાત્ય પેથડશાહ !

આ આખો પ્રસંગ ચિત્રપટની જેમ શ્રોતાની આંખ આગળથી પસાર થયા બાદ સહુની આંખ આગળ શ્રી હેમચંદ્ર સૂરિજી અને કુમારપાળની જોડલી , દેવનગરી શ્રી શત્રુંજયના એ યુગાદિ મંડપમાં ખડી રહેલી જણાય છે. એમાં વાગભટ્ પણ હોય છે, પરંતુ સૌથી આગળ આવીને મેદાન તો મારી જાય છે મહુવાના જગડ શેઠ ! અનેરી રસ-જમાવટ સાથે આ વાર્તાની પૂર્ણાહૂતિ થયા પછી ‘રાત્રિજાગરણ’ ના વર્ણનમાં પણ થોડીક વિરલ વ્યક્તિઓ દર્શન દઈ જાય છે.

‘મહાપૂજા’ અને ‘શ્રુતપૂજા’ની વાત આરંભાતા જ 1444 મહાન ગ્રંથોના નિર્માતા, યાકિની-મહત્તરા-સૂનું શ્રી હરિભદ્રસૂરિજીના એ ઉરબોલની સ્મૃતિ થઈ આવે છે , ઓહ ! અમારું ભાવિ કેવું ભયાનક હોત, જો શ્રી વીતરાગદેવે શ્રીમુખે ભખેલા આગમો અમને વારસામાં ન મળ્યા હોત? આ ઉરબોલ સભાને ઝણઝણાવી જાય છે. ઇતિહાસની ઇમારતમાંથી શ્રી દેવર્ધવીગણિ ક્ષમાશ્રમણ બહાર આવે છે, જેમણે કલ્યાણકારી કદમ ઉઠાવીને આગમોને તાળપત્રો પર શબ્દસ્થ કરવા દ્વારા ચિર-જીવન બક્ષ્યું.

મહારાજા કુમારપાળ પણ સભાને સાંભળે છે. ગુજરાતનાં સંસ્કાર-સ્વામી શ્રી હેમચંદ્રાચાર્યની કલમમાંથી એટલું તો અઢળક સર્જન બહાર પડ્યું કે,ગુજરાતભરમાં તાડપત્રોની અછત વર્તાઇ અને સર્જનની એ સરવાણી કાગળ પર ઠલવાતી ચાલી , ત્યારે જેમણે શ્રુતપૂજાની ટેક જાળવીને નવો ઇતિહાસ સર્જ્યો ! ‘ઉદ્યાપન’ નું આ કર્તવ્ય પણ થોડીક ઐતિહાસિક વિરલ વ્યક્તિઓના વર્ણન સાથે પૂર્ણ થાય છે.

‘તીર્થ પ્રભાવના’ નું કર્તવ્ય વર્ણવાય અને રાજવી દશાર્ણભદ્ર યાદ ન આવે, એવું તો બને જ કેમ ? ભગવાન મહાવીરનો પ્રવેશ મહોત્સવ ઉજવીને તીર્થ-પ્રભાવના કરવાની એ ઝંખના કેટલી ઉત્કટ હશે કે, જે ઝંખનામાંથી ગર્વ ઊભો થતાં, ખુદ દેવરાજને સ્વર્ગનું સિંહાસન છોડીને અનુસંધાન-પેજ-2-પર...

અન્ય સમાચારો પણ છે...