તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તલોદના ચંદપુરમાં શખ્સે ઘર આગળથી જઇ રહેલ વ્યક્તિને અમારી પડાવી લીધેલ જમીન કેમ વેચી દીધી છે કહી અપશબ્દો બોલતાં તેનું ઉપરાણુ લઇને કુટુંબી ભાઇ તથા દિકરાએ આવીને માર મારતા તલોદ પોલીસ સ્ટેશનમાં ત્રણ જણા સામે ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.11-11-20 ના રોજ રાતના આઠેક વાગ્યાના સુમારે ચંપકસિંહ જસવંતસિંહ ઝાલા ખેતરમાંથી ભારતસિંહ દુરસિંહ ઝાલાના ઘર આગળથી આવી રહ્યા હતા. તે દરમિયાન ભારતસિંહે અપશબ્દો બોલી કહ્યુ હતું કે અમારી પડાવી લીધેલ જમીન કેમ વેચી દીધી છે જેથી ચંપકસિંહે કહ્યુ હતુ કે તે જમીન અમારી હતી જેથી ભારતસિંહે એકદમ ઉશ્કેરાઇ જઇ દોડી આવ્યો હતો અને તેનુ ઉપરાણુ લઇને તેનો કુટુંબીભાઇ સમરસિંહ દિપસિંહ ઝાલા પણ દોડી આવ્યો હતો અને બંને જણા માર મારવા લાગતા બૂમાબૂમ થતા ચંપકસિંહના પત્ની કોકીલાબા આવી છોડાવવા વચ્ચે પડતા ભારતસિંહનો દિકરો ભમ્મરસિંહ ઝાલા એ આવી ગાળો બોલી હાથમાં પથ્થર લઇ કોકીલાબાના ડાબી આંખ ઉપરના કપાળના ભાગે મારતા ઇજાગ્રસ્ત થયા હતા જેથી બૂમાબૂમ દરમિયાન નજીકમાંથી નાનાભાઇ સુરજસિંહના પત્ની સુમનબા તથા કુટુંબી વિજયાબા હિતેન્દ્રસિંહે આવીને બંનેને વધુ મારમાંથી છોડાવી સારવાર અર્થે ખસેડ્યા હતા. ત્યારબાદ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય જણા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.