ચોરી:કાર ઊભી રખાવી શખ્સ નજર ચૂકવી કેમેરો સહિત રૂ.1.46 લાખનો સામાન ચોરી ગયો

હિંમતનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગીયોલમાં લગ્નપ્રસંગનું કામ પતાવી ઘરે જતા હમીરગઢ પાસે પાસે બનાવ

હિંમતનગર હમીરગઢ પાટિયા ઉપર રાત્રે પોણા નવેક વાગ્યાના સમયગાળા દરમિયાન લગ્ન પ્રસંગમાંથી ફોટોગ્રાફીનું કામ પૂર્ણ કરી કારમાં ઘેર પરત જતા ત્યારે અજાણ્યા શખ્સે ગાડી ઉભી રખાવી નજર ચૂકવી રૂ.1.46 લાખના કેમેરા તથા કેમેરાના સમાનની ચોરી કરી ફરાર થઇ જતા ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર તા.16/11/21 ના રોજ રાત્રે પોણા નવેક વાગ્યાના સમયે રાહુલકુમાર ગીરીશભાઇ વણકર તથા પિયુશકુમાર પશાભાઇ વણકર (બંને રહે.કુંપ હિંમતનગર) આગીયોલ ગામે લગ્નપ્રસંગમાં ફોટોગ્રાફીનું કામકાજ પુરૂ કરી અલ્ટો કારમાં(જીજે 01 એચએલ-7862) ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે નેશનલ હાઇવે નં.8 પર હમીરગઢ પાટિયા પર એક શખ્સે ગાડીને ઉભી રખાવી કુંપ જવુ છે મને લઇ જાવો કહેતાં પિયુશભાઇએ ગાડીના પાછળના દરવાજાનું લોક ખોલી દરવાજો ખોલતાં શખ્સ નજર ચૂકવી ગાડીમાં પાછળ પડેલો કેમેરો અને સરસામાન કુલ રૂ. 1,46,000 લઇ ગયો હતો.

આ બાબતે ખબર પડતા રાહુલભાઇએ ગાડીમાંથી નીચે ઉતરી જોતા શખ્સ થોડે દૂર બીજા શખ્સની બાઇક પર બેસી હિંમતનગર બાજુ જતો રહેતા પીછો કરવા છતાં ક્યાંય જોવા ન મળતા રાહુલભાઇએ ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...