દુખદ:ઇડરમાં બારેલા તળાવ પાસે લારી ચાલકનું વાહનની ટક્કરે મોત થયું

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત કરી વાહનચાલક રફૂચક્કર થઇ ગયો

ઇડરના બારેલા તળાવ પાસે રવિવારે સવારે આઠેક વાગ્યાના સુમારે હાથલારી લઇને ઇડરથી ભિલોડા ત્રણ રસ્તા તરફ જઇ રહેલ શખ્સને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં સારવારમાં મોત થયું હોવા અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

ઇડરના બારેલા તળાવ નજીક તા. 27-09-20 ના રોજ નટુભાઇ મોનાભાઇ પરમાર (35) સવારે આઠેક વાગ્યાના સુમારે હાથ લારી લઇને ઇડરથી ભિલોડા ત્રણ રસ્તા તરફ જતા હતા. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે પાછળથી ટક્કર મારતાં લારી સાથે ફંગોળાઇ રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. વાહનચાલક ફરાર થઇ ગયો હતો. ગંભીર ઇજાઓને કારણે 108 ને જાણ કરાતાં ઇડર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થતાં તેમના મોટા ભાઇ મહેશભાઇએ ઇડર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...