તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઇડરના મોટાકોટડામાં અમારી દીકરીનું લોકેશન અહીંયા બતાવે છે કહી હુમલો

હિંમતનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમારો દીકરો અમારી દીકરીને ભગાડી ગયો છે કહી મારામારી કરી આધેડનું ગાડીમાં અપહરણ કરી જતાં આઠ વિરુદ્ધ ફરિયાદ

ઇડરના મોટાકોટડામાં ગુરુવારે બપોરે બડોલી અને પ્રાંતિજથી આવેલા શખ્સોએ અમારી દીકરીનું લોકેશન અહીં બતાવે છે, ક્યાં છે કહી પરિવારના સભ્યો પર હુમલો કરી આધેડને પણ માર મારી અપહરણ કરી લઇ જતાં જાદર પોલીસ સ્ટેશનમાં 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત તા. 02-06-21 ના રોજ મોટાકોટડા માં રહેતા કિશનભાઇ ગોરાજી વણઝારા અને તેમની માતા ઘેર હતા.

ત્યારે પ્રાંતિજના ધરમાજી ભેરાજી વણઝારા આવ્યા હતા અને તમારો દીકરો મુકેશ અમારી દીકરીને લઈ ગયો છે કહી ધરમાજી ભેરાજી વણઝારા તેમની દીકરી સવિતાબેન (રહે. પ્રાંતિજ) ભાણો રાજુભાઈ મગનજી વણઝારા, તેમના બહેન કુરિયાબેન (બંને રહે. બડોલી), રાયમલજી ભેરાજી વણઝારા, જગદીશભાઈ રમણભાઈ વણઝારા, મુકેશભાઈ ધોળાજી વણઝારા ( તમામ રહે. પ્રાંતિજ) જીપ નં.જી.જે-1-એ.પી-7340 ના ચાલક વિક્રમભાઈ આવ્યા હતા અને અમારી દીકરી નું લોકેશન અહીંનું બતાવે છે કહી કિશનભાઇ તેમની માતા શારદા બેન ભાભી સોનલબેન બાદરભાઈ, લક્ષ્મીબેન નંગાજી અને સપનાબેન કિરણભાઈને મારતાં કિશનભાઇ ના મોટા બાપા માંગજીભાઈ વચ્ચે પડતાં તેમને મારી ગાડીમાં નાંખી અપહરણ કરી લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...