તપાસ:હિંમતનગરના વગડી ગામના જીપ ચાલકને મારમારી જીપની લૂંટ કરી

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ સપ્તાહ અગાઉ બનેલી ઘટનામાં ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

ત્રણેક સપ્તાહ પૂર્વે હિંમતનગરના વગડી ગામનો શખ્સ જીપ લઇને મોતીપુરા આવતાં મજૂર લેવા જવાનું કહી ભાડુ નક્કી કરી જીપમાં બેસી બાંસવાડા ગયા બાદ મોડી રાત્રે જીપ માલિકને માર મારી પુલ નીચે ફેંકી દઇ જીપ લઇ પલાયન થઇ ગયેલ શખ્સો સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વગડીના વિનોદભાઇ મોતીભાઇ ચમાર ગત તા.23-12-21 ના રોજ તેમની ગાડી નં. જી.જે-9-એચ.યુ-0952 લઇને સવારે ધંધાર્થે હિંમતનગરના મોતીપુરા પહોંચ્યા હતા અને સાંજે પાંચેક વાગ્યાના સુમારે રમેશભાઇ નામનો શખ્સ તેમને મળ્યો હતો તથા સંતરામપુર જિલ્લાના ફતેપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મજૂરો લાવવાનું કહી રૂ.સાડા છ હજાર ભાડુ નક્કી કરી જીપમાં બેઠા હતા અને ફતેપુર તાલુકામાં ફર્યા બાદ રાત્રે બે એક વાગ્યાના સુમારે આનંદીપુર નામનુ ગામ આવતા રમેશભાઇ ઉતરી ગયા હતા અને બીજા બે માણસોને ગાડીમાં બેસાડી થોડે આગળથી બીજા માણસોને લાવવાના છે તેવી વાત કરતા વિનોદભાઇ બંને માણસોને લઇને નીકળ્યા હતા અને આગળ જતાં એક પુલ આવતા પેશાબ કરવા જીપ ઉભી રખાવી વિનોદભાઇને નીચે ઉતારી મારી મોબાઇલ ઝૂંટવી લઇ ધક્કો મારી પુલ પરથી નીચે ફેંકી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...