તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ઇલોલ ગામમાં ગેરકાયદે બાંધકામ વિવાદના 22 વર્ષે પણ દૂર થયું નથી

હિંમતનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દસ વર્ષ અગાઉ રિવિઝન અરજી થવા છતાં કોઇ કાર્યવાહી નહીં

હિંમતનગરના ઇલોલમાં એન.એ. કર્યા વગર થયેલ દુકાનોનુ બાંધકામ ગેરકાયદે હોવા અંગે સને 1999 માં ટીડીઓએ હુકમ કર્યા બાદ વર્ષ 2010માં અગ્રસચિવે પણ રીવીઝન અરજી રદ કરી દીધી હોવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કાયદાનો અમલ ન કરાવાતાં ફરી એકવાર ડીડીઓને રજૂઆત કરી જમીન ખૂલ્લી કરાવવા માંગ કરાઇ છે.

ઈલોલ ગામના જૂના સર્વે નં. 434/2 પૈકીની 21 ગૂંઠા જમીનમાં કરાયેલ બાંધકામ ખેતીની જમીનમાં કરાયેલ હોવા અંગે અને જમીન મહેસૂલ કાયદાની કલમ-65 હેઠળની મંજૂરી મેળવ્યા સિવાયના હોવા છતાં પંચાયત દ્વારા સત્તાનો દુરૂપયોગ કરી મંજૂરી અપાઇ હોવા અંગે ટીડીઓને રજૂઆત થયા બાદ ટીડીઓએ તા.11-05-99 ના રોજ હુકમ કરી આ બાંધકામને ગેરકાયદે ઠરાવ્યુ હતું.હાસમભાઇ દાઉદભાઈ વિજાપુરા અને અકબરૂદ્દીન ખૈરૂદીન દાંત્રોલીયાએ મહેસૂલ વિભાગમાં રિવિઝન અરજી દાખલ કરી આ જમીન ઇબ્રાહીમભાઇ નસીરભાઈ મતીયા પાસેથી વર્ષ 1991 માં ખરીદી હોવાનું અને ઇબ્રાહીમભાઇએ આ જમીન ઇલોલ ઠાકોર સાહેબ પાસેથી ખરીદી હોઇ કાયદા મુજબ અગાઉના જાગીરદારો રેવન્યુ હક્કો સહિતના તમામ હક્કો ભોગવતા હતા અને આ તમામ હક્કોનો ભોગવટો વેચાણ લેનારને પણ મળે છે તેવો બચાવ કરાયો હતો. મહેસૂલ અગ્ર સચિવ ટી.એસ. રંધાવાએ તા.23-06-10 ના રોજ જમીન મહેસૂલ કાયદાની કલમ-65 ની મંજૂરી મેળવ્યા વગર અને લે-આઉટ પ્લાન મંજૂર કરાવ્યા વિનાનું બાંધકામ હોવાનુ માની તથા રેખા નિયંત્રણનો પણ ભંગ થતો હોવાનું ટાંકીને રીવીઝન અરજી રદ કરી હતી. ગામના ભાસ્કરભાઈ ભટ્ટે ગેરકાયદે બાંધકામ - દબાણ દૂર કરાવવા ડીડીઓને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...