કામગીરી:હિંમતનગરની પાસપોર્ટ ઓફિસ 39 દિવસ બાદ ફરી ખૂલી, રોજના 25 અરજદારોને બોલાવાય છે

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેરિફિકેશન ઓફિસર 3 દિવસથી આવતા ન હોવા છતાં કામગીરી કરાય છે. - Divya Bhaskar
વેરિફિકેશન ઓફિસર 3 દિવસથી આવતા ન હોવા છતાં કામગીરી કરાય છે.
  • ચકાસણી અધિકારી ન આવતાં પોસ્ટ કર્મી દ્વારા કામગીરી કરાય છે

હિંમતનગરમાં કાર્યરત કરાયેલ પાસપોર્ટ કેન્દ્ર 39 દિવસ બાદ ફરી ધમધમતું થતા અરજદારોએ રાહત અનુભવી છે. વેરિફિકેશન ઓફિસર ત્રણ દિવસથી આવતા ન હોવા છતાં જનરલ પોસ્ટ ઓફિસના કર્મચારી દ્વારા કામગીરી કરાતાં એપોઇન્ટમેન્ટ લઈને આવતા અરજદારોનો હાલાકીમાંથી છુટકારો થયો છે.સાબરકાંઠામાં પાસપોર્ટ કેન્દ્ર શરૂ કરાતાં સ્થાનિકનો માટે મોટી સુવિધા ઊભી થઈ છે. કોવિડ ગાઇડલાઇનને કારણે અવારનવાર કચેરી બંધ રખાતા વિલંબ પણ થયો છે. ગત 30 મી એપ્રિલે પાસપોર્ટ કેન્દ્ર બંધ કરાયા બાદ તા. 08-06-21 થી ફરીથી કામગીરી શરૂ કરાઇ છે.

39 દિવસ બાદ ફરીથી કચેરી શરૂ થતાં પાસપોર્ટ માટે આવતા લોકોએ રાહત અનુભવી છે. પરંતુ પાસપોર્ટ કેન્દ્ર ત્રણ દિવસથી શરૂ થઈ ગયું હોવા છતાં વેરિફિકેશન ઓફિસર આવતા નથી. પોસ્ટ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વેરિફિકેશન ઓફિસર અવારનવાર બદલાતા રહે છે. તાલીમ બદ્ધ થયેલ પોસ્ટના સ્થાનિક કર્મચારીના માધ્યમથી જ હાલમાં કામગીરી થઇ રહી છે. પ્રતિદિન 25 અરજદારોને એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે અને કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે કામગીરી થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...