તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:કોરોનાથી મૃતક પરિવારોને સહાય કરવા હિંમતનગર કોંગ્રેસે માંગ કરી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરમાં કોંગ્રસની કોવિડ-19 ન્યાય યાત્રા યોજાઇ

હિંમતનગર શહેર કોંગ્રેસ દ્વારા મેહતાપુરામાં કોવિડ-19 ન્યાય યાત્રા યોજાઇ હતી. કોરોનામાં જે પરિવારના સભ્યોના અવસાન થયા હતા તેવા પરિવારોને મળી સાંત્વના પાઠવાઇ હતી. કોરોનાથી મૃતક પરિવારોને સરકાર 4 લાખ વળતર ,દવા સારવારનો ખર્ચ આપે તેવી માગણીઓના ફોર્મ ભરાવી અરજીઓ સ્વીકારી હતી.

મહેતાપુરામાં જનસંપર્ક કરી મૃત્યુ પામનાર વ્યક્તિઓની વિગતો મેળવી તેમજ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ વ્યક્તિઓની વિગત અને તેમની આપવીતી જાણી સૌને સરકારી વિવિધ યોજનામાં તુરંત મળવાપાત્ર લાભ મળે તે હેતુસર પ્રયાસો કરી સહયોગ આપવા જણાવ્યું હતું.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ પટેલની આગેવાની હેઠળ યાત્રામાં હિંમતનગર મહેતાપુરા વિસ્તારના આગેવાન પૂર્વ પાલિકા સદસ્ય જ્યોતિબેન દવે, બળવંતસિંહ દેવડા, પ્રિયવદન પટેલ, કાંતિભાઈ ગામેતી, ગમન દેસાઈ, યુસુફભાઈ બચ્ચા સહિત જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...