ચકચાર:રામપુરાની પરિણીતાની અર્ધબળેલી લાશ પિયર રૂવચ પાસે મળતાં ચકચાર

હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 8 થી વધુ શકમંદોની પૂછપરછ શરૂ કરી, ટૂંકમાં ઘટનાનો ભેદ ખુલશે: પોલીસ

ઇડર તાલુકાના રૂવચની અને પ્રાંતિજના રામપુરામાં પરણાવેલ 33 વર્ષીય બે બાળકોની માતાની અર્ધ બળેલી લાશ પિયર રૂવચથી પાંચેક કિમી દૂર કોટડા ગામની સીમમાં નિર્જન સ્થળેથી બુધવારે બપોરે મળતાં ચકચાર મચી જવા છે. પોલીસે પંચનામુ કરી લાશને ફોરેન્સીક પીએમ માટે મોકલી આપી છે અને આઠ થી વધુ શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરી ટૂંક સમયમાં સમગ્ર ઘટનાનો ભેદ ખુલી જનાર હોવા અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

હિંમતનગર- ઇડરને જોડતાં ખેડતસીયા રોડ પર કોટડામાં બીજલ માતાના મંદિર નજીક બુધવારે બપોરે નિર્જન સ્થળે ઢોર ચરાવતાં ગોવાળીયાએ બારેક વાગ્યાના સુમારે અર્ધ બળેલી અને અર્ધનગ્ન હાલતમાં મહિલાની લાશ જોતા ગામમાં દોડી જઇ સરપંચને જાણ કરતાં લોકોના ટોળા ઉમટ્યા હતા. દરમિયાનમાં સરપંચે જાદર પોલીસને જાણ કરતાં પોલીસ સાંજે ઘટનાસ્થળે પહોંચી પંચનામુ કરી લાશને ફોરેન્સીક પીએમ અર્થે મોકલી આપી છે અને મહિલાના મોતનું કારણ આત્મહત્યા છે તેની તપાસ એલસીબીને સોંપાઇ હોવાનુ ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે જણાવ્યું હતું.

મૃતકને દીકરો - દીકરી છે, મહિલા બે દિવસ અગાઉ સાસરીમાંથી કરિયાણું લેવા જવાનું કહી નીકળી હતી
એલસીબી પીઆઇ એમડી ચંપાવતે જણાવ્યું કે ફોરેન્સીક પીએમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. મૃતક નિલમબેન શૈલેષકુમાર રાઠોડ (33) ના લગ્ન પ્રાંતિજના રામપુરામાં થયા હતા 15 વર્ષના લગ્નજીવનમાં એક દીકરો અને દીકરી છે અને તા.16-11-21 ના રોજ બપોરે સાસરીમાંથી કરિયાણું લેવા જવાનુ કહીને નીકળી હતી અને સાંજ સુધી પરત ન આવતા સાસરી પક્ષે તેના ગુમ થવા અંગે પિયરમાં પણ જાણ કર્યાનુ પૂછપરછમાં જાણવા મળી રહ્યુ છે. ફોરેન્સીક રિપોર્ટ આવ્યા બાદ હત્યા-આત્મહત્યા અંગે સ્પષ્ટતા થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...