જયા પાર્વતીના વ્રત:શિવમંદિરોમાં બાલિકાઓએ પૂજા અર્ચના કરી

હિંમતનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જયા પાર્વતીના વ્રતના પાંચમા દિવસે હિંમતનગરના વિવિધ મંદિરોમાં શિવજીની પૂજા અર્ચના માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં વ્રત રાખેલ બાલિકાઓ, મહિલાઓ ઉમટી પડી હતી. મંગળવારે શહેરના મહેતાપુરા, બગીચા વિસ્તાર,મોતીપુરા, મહાવીરનગર સહિતના વિસ્તારોમાં બાલિકાઓ અને મહિલાએ પાંચમા દિવસની પૂજા કરી હતી. જેમાં હડિયોલપુલ છાપરિયા વિસ્તારમાં આવેલા રામજી મંદિર પરિસરમાં પૂજા માટે આવેલ બાલિકાઓ, મહિલાઓને પૂજારી અનિલકુમાર જોષી દ્વારા પૂજાવિધી કરાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...