તપાસ:યુવતીના ફોટા મોર્ફ કરી પિતાને મોકલી લગ્ન કરાવી આપવા ધમકી અપાઈ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી

સાબરકાંઠા જિલ્લાની અને હિંમતનગર ખાતે અભ્યાસ કરતી યુવતીના મોર્ફ કરેલા બિભત્સ ફોટા પિતાને મોકલી દેખલે રાત તક આન્સર નહી આયા તો ફોટો વોટ્સએપ ગ્રુપમે ડાલ દુંગા કહી યુવતી સાથે લગ્ન કરાવી આપવા ધમકી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

હિંમતનગર ખાતે અભ્યાસ કરતી 24 વર્ષીય યુવતીના પિતાના મોબાઈલ પર દીકરીનો મોર્ફ કરેલો બિભત્સ ફોટો ટેલિગ્રામ એકાઉન્ટ પર મોકલી આપી જો તમારી દીકરીના લગ્નમાં મારી સાથે નહીં કરો તો મારી પાસે આવા 20 ફોટા છે જે હું હિંમતનગર, અમદાવાદ, પાલનપુરના ગ્રુપમાં ફોરવર્ડ કરી દઈશ ત્યારબાદ ફરીથી દેખલે રાત તક આન્સર નહીં આયા તો વોટ્સએપ ગ્રુપમાં ડાલુંગા કહી ધમકીઓ આપી હતી.

યુવતીના પિતાએ અગાઉ પણ મોર્ફ કરેલ બીભત્સ ફોટા વોટ્સએપ ગ્રુપમાં મુકનાર મુંબઈના બોરીવલી ખાતે રહેતા રિતેશ મહેશભાઈ પરમાર વિરુદ્ધ શંકા વ્યક્ત કરી છે. પોલીસે ધમકી મોકલનારના મોબાઈલ નંબર આધારે તપાસ હાથ ધરી છે. શખ્સે 27/08/20ના રોજ બપોરે મોર્ફ કરેલો બીભત્સ ફોટો ટેલિગ્રામ એકાઉન્ટ પર મોકલી આપી +1(406)393-3438ના ધારકે ટેક્સ મેસેજ લખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...