તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:હિંમતનગર સિવિલમાં કાંગારૂ કેર સારવારથી બાળકી બચાવાઈ

હિંમતનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
હિંમતનગર સિવિલમાં કાંગારું કેર સારવાર દ્વારા બાળકીને બચાવાઈ - Divya Bhaskar
હિંમતનગર સિવિલમાં કાંગારું કેર સારવાર દ્વારા બાળકીને બચાવાઈ
 • અધૂરા મહિને જન્મેલી બાળકીને શ્વાસની તકલીફ ધરાવતી હતી

હિંમતનગર સિવિલના તબીબોએ અધૂરા મહિને જન્મેલી અને 680 ગ્રામ વજન ધરાવતી શ્વાસની તકલીફ ધરાવતી બાળકીને કાંગારૂ કેર સારવાર આપી બાળકીને બચાવી લીધી હતી. ઇડરના કાવાના રણજીતસિંહ ચૌહાણની પત્ની વર્ષા સર્ગભા થતાં 7 માસે પ્રસવ પીડા ઉપડતાં ઇડરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. પરંતુ બાળકીનું ઓછું હોવાથી તબીબે અમદાવાદ કે હિંમતનગર લઇ જવાની સલાહ આપતાં પરિવાર હિંમતનગર સિવિલમાં ગાયનેક, બાળ રોગ નિષ્ણાંત તબીબોને ત્યાં સારવાર શરૂ કરાવી હતી.

બાળકીનું વજન માત્ર 680 ગ્રામ હતુ અને શ્વાસ લેવામાં તકલીફ હતી અને અંરડાનો વિકાસ પણ બરાબર થયો ન હતો. જેને લઇ તરત જ વેન્ટીલેટર પર મૂકી સારવાર શરૂ કરાઇ હતી. 10 દિવસ સુધી વેન્ટીલેટર પર રાખી સારવાર આપી, નળી વાટે ખોરાક આપવામાં આવતો પછી ઓટુ મશીન પર રાખી એન્ટીબાયોટીક ઇન્જેક્શન અને બીજી દવા અપાઇ હતી. ધીમે ધીમે તબિયતમાં સુધારો થતાં કાંગારૂ મધર કેરની સુવિધા આપતાં 60 માં દિવસે 1.10 કિલો વજન સાથે બાળકીને નવજીવન મળતાં પરિવારની ખુશીનો પાર રહ્યો ન હતો.

આ છે કાંગારું મધર કેર પદ્ધતિ
ઓછા વજન ધરાવતા બાળકને અલાયદા રૂમમાં કપડામાં વીંટાળી માતાના ગોદમાં સતત રાખવાની સારવાર પદ્ધતિથી બાળક પોષણક્ષમ બને છે અને તેના વજનમાં વધારો થાય છે. તબીબોએ જેથી આ સારવારને કાંગારૂ કેર સારવાર નામ આપ્યું છે. કાંગારુ જે પ્રમાણે તેને બાળકને ગોદમાં લઇ સતત હુંફ પૂરી પાડી તંદુરસ્ત બનાવે છે તે પદ્ધતિથી માતા બાળકને સતત પોતાની સાથે વળગાડી રાખી તંદુરસ્ત બનાવે છે. તેવું SNCU સિવિલના ઇન્ચાર્જે જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો