તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળી બાદ કોરોના દર્દીઓમાં મ્યુકર માયકોસીસના રોગે માથુ ઉંચક્યુ છે એક પ્રકારની ફૂગથી થતા રોગમાં મૃત્યુનુ પ્રમાણ 25 થી 50 ટકા સુધી હોય છે જેને પગલે આ બિમારી ગંભીર શ્રેણીમાં મૂકવામાં આવી છે. જેને પગલે દહેશત પેદા થઇ છે ખાસ કરીને ડાયાબીટીક દર્દીઓને. હિંમતનગર શહેરમાં કોરોનાની સારવાર બાદ મ્યુકર માયકોસીસનો પ્રથમ કેસ નોંધાયો છે જેમાં સર્જરી કરીને ફંગસ દૂર કરવામાં આવી છે.
મ્યુકર માયકોસીસ નવી બિમારી નથી આ એક પ્રકારની ફૂગથી થતો રોગ છે પરંતુ જવલ્લે જોવા મળતો રોગ કોવિડ-19ને કારણે ઝડપથી માથુ ઉંચકી રહ્યો છે અને કોરોનાની સારવાર બાદ ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓ માટે નવો પડકાર ઉભો થયો છે હિંમતનગર શહેરમાં જાનુભાઇ મનસુરીને કોરોનાની સારવારના ત્રણ - ચાર સપ્તાહ બાદ તાવ, મોઢા પર સોજો દુ:ખાવો સહિતની સમસ્યા સર્જાતા લક્ષણો જણાતા તેમણે ફીઝીશ્યનનો સંપર્ક કર્યો હતો અને મ્યુકર માયકોસીસના સંભવિત લક્ષણો જણાતા બાયોપ્સી કરાઇ હતી.
ર્ડા. મુકેશ મોદીએ જણાવ્યુ કે વેળાસર નિદાન થઇ ગયુ હતુ અને એન્ડોસ્કોપીક ડીબ્રાઇડમેન્ટ ઓપરેશન થકી નાક અને સાયનસમાંથી ફંગસ દૂર કરાઇ છે અને ઇન્જેક્શનની સારવાર શરૂ કરી છે તેમણે ઉમેર્યું કે આવુ જ વધુ એક ઇન્ફેક્શન ફંગસથી થાય છે જે એસપરગીલોસીસ નામથી ઓળખાય છે ત્વરિત નિદાન અને સર્જરી સહિતની સારવાર થી મૃત્યુદર નીચો લાવવામાં સફળતા મળી છે.
આ બિમારીના લક્ષણો અને નિદાન
ર્ડા. મુકેશ મોદીએ જણાવ્યુ કે દર્દીને માથાનો દુ:ખાવો, તાવ આવવો, નાક અને આંખની આજુબાજુ સોજો આવવો, નાકમાંથી ખરાબ પ્રવાહીનો સ્ત્રાવ થવો, આંખ અને મોઢાનો દુખાવો થવો એ પ્રારંભિક લક્ષણો છે જેને નાકમાં મસા હોય, અનકન્ટ્રોલ્ડ સુગર હોય, કીડની ખરાબ હોય, સાયનસની સમસ્યા હોય, ક્રીએટીનીન વધુ હોય અને કોરોના થાય તેમને આ બિમારી થવાની સંભાવના વધુ રહે છે. એકવાર નિદાન થયા બાદ સીટીસ્ક્રેન અને એમઆરઆઇ દ્વારા ફેલાવો ક્યાં સુધી છે તેનુ સચોટ નિદાન થઇ શકે છે.
આ રોગ નવો નથી
મ્યુકર માયકોસીસ તબીબીક્ષેત્ર માટે નવો રોગ નથી 1885 માં વૈજ્ઞાનિક પાલતૌફે સૌ પ્રથમ આની ઓળખ કરી હતી સને 1955 થી રોગના ચિહ્નો, તપાસ અને સારવાર માટે દિશાનિર્દેશ મળવા શરૂ થયા છે અને અત્યાર સુધીમાં કેટલાય સંશોધનો થઇ ચૂક્યા છે જેને પગલે મૃત્યુદર 25 થી 50 ટકા સુધી લાવવામાં સફળતા મળી છે જે 10 વર્ષ અગાઉ 80 ટકા સુધી હતો.
કેવી રીતે થાય છે
મ્યુકર માયકોસીસ ખાસ પ્રકારની ફૂગથી થાય છે આ ફૂગ ભેજવાળી જમીન, પાંદરડામાં સડો કચરો છાણ વાસી અને કહોવાતા પદાર્થ પર પેદા થાય છે આ ફંગલ સ્પોર - ફૂગના કણો હવામાં હાજર હોય છે જે શ્વાસોચ્છવાસ દરમિયાન નાકમાં જાય છે જે તંદુરસ્ત અને સામાન્ય માણસને નુકસાન નથી કરતા પરંતુ બેકાબૂ સુગર ધરાવતા ડાયાબીટીક-ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝડ દર્દીના શરીરમાં ઝડપથી વિકસે છે અને અહીંથી રોગની શરૂઆત થાય છે.
ઊધઇની જેમ કોતરી ખાય છે ફંગસ
શ્વાસોચ્છવાસથી નાકમાં પ્રવેશ્યા બાદ ફંગલ-સ્પોર નાકની આજુબાજુના સાયનસમાં ગોઠવાઇ જાય છે અને ઝડપથી વિકસે છે ત્યાંથી આંખના ડોળામાં અને ત્યારબાદ મગજ સુધી ફેલાય છે તેનો સડો હાડકા, ચામડીને પણ ઊધઇની જેમ ખતમ કરી નાખે છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.