તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડો:પિતા અને પુત્રને ડંડાથી ફટકારતાં બંને જણાં બેભાન થઇ જતાં ચકચાર

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલોદના મોહનપુરમાં કાર પર લીટા પાડવા બાબતે ઝઘડો
  • કુટુંબીભાઇઓએ મહિલાને પણ મારી, બે વિરુદ્ધ ફરિયાદ

તલોદના મોહનપુરમાં કુટુંબીભાઇઓ વચ્ચે કાર પર લીટા પાડવા બાબતે થયેલ બોલાચાલી ઝઘડામાં પરિણમતા પિતા-પુત્રને કુંટુંબી ભાઇઓના દિકરાઓએ ડંડાથી મારતાં ગંભીર ઇજાઓ થતાં બેભાન થતાંસારવાર અર્થે દાખલ કરાયા હતા તલોદ પોલીસે બે સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર સોમવારે સવારે સવા આઠેક વાગ્યાના સુમારે કૃણાલભાઇ કમલેશભાઇ ગોરની વેગનઆર કારમાં ખાલી સાઇડે લીટા પાડેલ હોવાથી કાકા ભાવેશભાઇને લીટા પડેલ બાબતે કહેવા જતા તેમના દિકરો દિપ ઉર્ફે ભુરીયો આવી ગયો હતો અને બોલાચાલી કરી હાથેથી માર મારવા લાગતા કૃણાલભાઇની પત્ની છૂટા પાડતા હતા. તે દરમિયાન જીમીત શૈલેષભાઇ ગોર બાઇક પર ભરાવેલ ડંડો લઇ મારવા આવતા કૃણાલભાઇના પિતા આવી જતા જીમીતે તેમને કપાળના આગળના ભાગે મારતાં લોહી નીકળ્યુ હતુ તથા જીમીત અને દિપે ડંડા વડે કૃણાલભાઇને પણ શરીરના પાછળના ભાગે તથા મોઢાના ભાગે, ડાબી આંખના નીચેના ગળાના ભાગે તેમજ કૃણાલભાઇની પત્નીને પણ બંને હાથે માર્યા હતા. જેથી બંને પિતા -પુત્ર બેભાન થઇ જતાં તેમની પત્ની તથા કાકા ભાવેશભાઇ સારવાર અર્થે ઇકોમાં રણાસણ લઇ ગયા હતા. ત્યારબાદ કૃણાલભાઇને વધુ સારવાર અર્થે હિંમતનગર તેમજ તેમના પિતાને અમદાવાદ રીફર કરાયા હતા. કૃણાલભાઇએ તલોદ પોલીસમાં બંને સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...