ઇડરના ચોરીવાડમાં શનિવારે સાંજે ભત્રીજા સાથે થયેલ અગાઉની તકરારની અદાવત રાખી ચાર શખ્સોએ પિતા-પુત્રને માર મારતા ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી ગત તા.06-08-21ના રોજ ચોરીવાડ ગામમાં સાંજે છએક વાગ્યાના સુમારે ચંદુભાઈ બાબરાજી બોડાત (રહે. કાલવણ તા. વિજયનગર) ચોરીવાડના પેટ્રોલ પંમ્પ પર પેટ્રોલ ભરાવવા અને તેમનો પુત્ર જયેશભાઇ કરિયાણાની દુકાનેથી કરિયાણું લઈને પરેશ પંચાલની ગેરેજ આગળ ઉભા હતા.
ત્યારે તેમના ભત્રીજા વિરલકુમાર ને બે એક માસ અગાઉ વિમલભાઈ સરદારભાઈ અસારી, વિશ્વાસભાઈ સરદારભાઈ અસારી, નિલેશભાઈ મહેન્દ્રભાઈ અસારી અને આકાશભાઈ અરવિંદભાઈ અસારી (તમામ રહે. કેશરપુરા તા. વડાલી) સાથે થયેલ તકરારની અદાવત રાખી ચંદુભાઈ બોડાત અને તેમના દીકરા જયેશભાઇને આંતરીને ઝઘડો કરી ગડદાપાટુનો માર માર્યો હતો અને વિશ્વાસભાઈ તથા નિલેશભાઈએ લોખંડની પાઈપોથી જયેશભાઇના પગ પર ફટકા મારતાં ચાર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.