તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ઇડરના જોડકંપામાં શેઢાના દબાણ મુદ્દે બે ભાઇઓનો પરિવાર ઝઘડ્યો

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમારા ખેતરની પાળી તોડી નાખી અમારા ખેતર તરફ પાળી કેમ ખસેડતા આવો છો કહી ઝઘડો કર્યો

ઇડરના જોડ કંપામાં શનિવારે સાંજે ખેતરનો શેઢો દર વર્ષે પડોશીના ખેતર બાજુ ખસેડવાના મામલે થયેલ બે ભાઇઓ વચ્ચે થયેલી રકઝક બાદ માર મારવાના મામલે ઇડર પોલીસે ચાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જોડકંપામાં ગત તા.26-12-20 ના રોજ સાંજે ચારેક વાગ્યાના સુમારે કાંતિભાઈ જીવાભાઈ બળેવાએ તેમના ભાઈ રમેશ ભાઈ જીવાભાઈ બળેવાને તમે દર વર્ષે અમારા ખેતરની પાળી થોડી થોડી તોડી નાખી અમારા ખેતર તરફ પાળી કેમ ખસેડતા આવો છો તેમ કહેતા રમેશભાઈ અને તેમનો દીકરો મોનીકભાઈ ઉશ્કેરાઇ ગયા હતા અને ઝઘડો શરૂ કર્યો હતો તે દરમિયાન કમળાબેન રમેશભાઈ બળેવા અને જૈમિન ભાઈ રમેશભાઈ બળેવા દોડી આવ્યા હતા અને ચારેય જણાએ કાંતિભાઈને માર માર્યો હતો કાંતિભાઈ એ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો