રકઝક:ઇકોના ચાલકે બસને પથ્થર મારતાં કાચ તૂટ્યો, મુસાફરોમાં ગભરાહટ

હિંમતનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગરના મોતીપુરામાં પેસેન્જર બેસાડવા મામલે રકઝક
  • અમદાવાદ-ઝાલોર જતી બસના ચાલકે બે મુસાફરો બેસાડ્યા હતા

હિંમતનગરના મોતીપુરામાં હિંમતનગરથી અમદાવાદ ઝાલોર બસના ડ્રાયવરે બે પેસેન્જરોને બેસાડવા દરમિયાન એસટી બસમાં પેસેન્જર બેસાડવાના મામલે ઇકો ચાલકે છૂટો પથ્થર મારતાં બસનો પાછળનો કાચ તૂટી જતાં ઇકો ચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રવિવારે સવા દસેક વાગ્યાના સુમારે હિંમતનગર ડેપોમાંથી હિંમતનગરથી અમદાવાદ ઝાલોર બસ નં. જી.જે-18-ઝેડ-3011 ને ડ્રાયવર મુકેશકુમાર દોલતસિંહ ઝાલા તથા કંડક્ટર સંજયકુમાર માનાભાઇ સુદરસાથ 25 પેસેન્જર લઇને નીકળ્યા હતા અને સાડા દસેક વાગ્યે મોતીપુરાથી અમદાવાદ જતા નવજીવન દાલબાટી હોટલ આગળ રોડ ઉપર ઉભા રહેલ બે પેસેન્જરોએ હાથ બતાવતા બસને ઉભી રાખી હતી અને બેસાડીને રવાના થતા હતા.

તે વખતે ઇકો કાર નં.જી.જે-18-બી.પી-0439 ના ચાલકે ઇકોમાંથી ઉતરી પથ્થર લઇ બસના પાછળના ભાગે મારતા બસનો પાછળનો કાચ તૂટી ગયો હતો અને ઇકો ચાલક ઇકો લઇને ફરાર થઇ ગયો હતો. ડ્રાયવર મુકેશકુમારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇકો ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...