તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:હિંમતનગરના પેઢમાલાનું સ્મશાનની બિસમાર હાલત, નવું બનાવવા માંગ

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામના યુવા સંગઠન દ્વારા અંતિમધામમાં જરૂરી સુવિધાઓ ઉભી રજૂઆત

હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામમાં સ્મશાનની હાલત ખૂબ જ દયનીય હાલતમાં હોવાથી ગામના યુવા સંગઠન દ્વારા સ્મશાન નવું બનાવી આપવા તેમજ જરૂરી સુવિધાઓ ઉભી કરવા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવામાં આવી છે અને આગામી ટૂંક સમયમાં કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

પેઢમાલા ગામમાં આવેલ સ્મશાન બિસ્માર હાલતમાં છે સ્મશાનના પતરાં તૂટી ગયેલા છે, ઠેર-ઠેર ગંદકીના ઢગ ખડકાયેલા છે, ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે તેમજ સ્મશાનમાં લાઇટની સગવડ પણ નથી. જેથી સ્મશાન સુધી પહોંચવા માટે રોડ બનાવવામાં આવે, લાકડાં મૂકવા માટે ઓરડી પણ નવીન બનાવવા ગામના યુવા સંગઠન દ્વારા અનેક વાર પંચાયત સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

પરંતુ પંચાયત દ્વારા કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આગામી ટૂંક સમયમાં અંતિમધામમાં જરૂરી સુવિધાઓ ઉભી નહિ કરવામાં આવે તો પેઢમાલા યુવા સંગઠન સલાહકાર બિપીન ભાઈ પંડ્યા દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડનાર હોવાનું જણાવાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...