તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ ફગાવ્યો:પુરાલના મહિલા સરપંચને સસ્પેન્ડ કરવાનો ડીડીઓનો હુકમ વિકાસ કમિશનરે ફગાવ્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 દિવસ અગાઉ સત્યતા તપસ્યા વગર મહિલા સરપંચને સસ્પેન્ડ કર્યા હતા
  • ડીડીઓ સરપંચને બચાવની પૂરતી તક આપી ન હતી: કમિશનર

હિમતનગર તાલુકાના પૂરાલ ગામના મહિલા સરપંચને તળાવના ખોદકામ બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઝીણવટપૂર્વક તપાસ કર્યા વિના સરપંચને બચાવની પૂરતી તક ન આપી એક તરફી મનસ્વી નિર્ણય લેવાતાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. અને સરપંચે ડીડીઓના હુકમ વિરોધ વિકાસ કમિશ્નરમાં દાદ માગતા રજૂઆતને ઝીણવટપૂર્વક ચકાસી જિલ્લા વિકાસ અધિકારીના સસ્પેન્શનના હુકમને રદ કરી સરપંચને હોદા ઉપર પુનઃ સ્થાપિત કરતાં આ પ્રકરણ ટોક ઓફ ટાઉન બન્યું છે.

પુરાલ ગામના સરપંચ મિલ્કાબેન નરસિંહભાઇ પટેલને 3 ઓગસ્ટના રોજ ડીડીઓ સાબરકાંઠા દ્વારા જળસંચય અભિયાન અંતર્ગત ઊંડું કરેેલ તળાવના કામને સરપંચના હોદાનો દુરૂપયોગ કરી તેઓના પતિ કે જેઓ નીજાંનંદ પિયત સહકારી મંડળીના ચેરમેન હોવાથી પોતાના અંગત હિતોને લક્ષમાં લઈ તળાવના ખોદકામને અટકાવ્યું ન હોવાના આરોપસર સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. જે અન્વયે સરપંચે 5 ઓગસ્ટે વિકાસ કમિશનર સમક્ષ અપીલ અરજી દાખલ કરી સસ્પેન્શનના હુકમ ઉપર મનાઈ ફરમાવવાની દાદ માગી હતી.

જે અંગે સરપંચના વકીલે બચાવ દલીલો કરતા રજૂઆત કરી હતી કે,ડીડીઓએ સરપંચને બચાવની પૂરતી તક આપ્યા વગર એક તરફી નિર્ણય લીધો છે. ગૌચરની જમીન કોઈને ફાળવી નથી જેથી ડીડીઓને સરપંચને કારણદર્શક નોટિસ આપવાની પ્રશ્ન રહેતો નથી. નિજાનંદ પિયત સહકારી મંડળીને તા.6/5/20ના રોજ સિંચાઇ વિભાગે વર્કઓર્ડર દ્વારા તળાવ ઊંડું કરવાની કામગીરી સોંપી હતી. જેમાં પંચાયતની કોઈ રોલ નથી સિંચાઇ વિભાગે પણ પંચાયતને કોઈ જાણ કરી નથી. માટી વેચાણના કોઈ પુરાવા નથી. 20 વર્ષથી તળાવ ઊંડું કરવાનું કામ ચાલે છે.

જે ના હુકમ ડીડીઓ ધ્યાને લીધા નથી. જેથી સરપંચે તળાવનું કામ અટકાવ્યું નથી તે કહેવું વ્યાજબી નથી. તા.4/6/20ના રોજ ચંદ્રેશેખર પટેલે માટી ખોદકામ થયેલ ભ્રષ્ટાચાર અને ટીડીઓનો તપાસ અહેવાલ બાદ કારણદર્શક નોટિસ બાદ ખુલાસો કરવામાં કુદરતી ન્યાય સિધ્ધાંત મુજબ સરપંચને પૂરતી તક આપવામાં આવી ન હોવાની રજૂઆત ધ્યાને લઇ અધિક વિકાસ કમિશનર ડી ડી જાડેજાએ ડીડીઓને એક તરફી કરેલ સસ્પેન્શનો હુકમ રદ કરી સરપંચને હોદા ઉપર પુનઃ સ્થાપિત કરવા તા.23/ઓગસ્ટ ના રોજ હુકમ કરતા જિલ્લા પંચાયતના રાજકારણ માં ગરમાવો આવી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...