તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડની વસુલાત:ખાણ ખનિજ વિભાગે 2 દિવસમાં 18 લાખના દંડની વસુલાત કરી

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હરસોલ તાજપુર પાસેથી ખનીજ ચોરી કરતી 3 ટ્રક પકડાઇ હતી

સા.કાં. જિલ્લામાં ખનિજ ચોરી બેફામ થઇ રહી હોવાથી ખાણ ખનિજ વિભાગ દ્વારા ટેકનીકલ સર્વેલન્સનો ઉપયોગ કરી તેને અટકાવવાનો પૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને સફળતા મળી રહી છે ગત રોજ હરસોલ તાજપુર પાસેથી બિનઅધિકૃત રીતે ખનિજનું વહન કરતી 3 ટ્રક પકડી પાડી દંડકીય કાર્યવાહી હાથ ધરી છે સાથે જ બે દિવસમાં કુલ 18 લાખના દંડની વસુલાત થઈ છે.

છેલ્લા 2 દિવસ દરમિયાન જિલ્લામાં જુદી જુદી જગ્યાએથી બિનઅધિકૃત રીતે ખનિજનું વહન કરી રહેલ વાહનોને ટેકનીકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ખાણ ખનિજ વિભાગે રેડ કરતા કુલ 13 કેસમાંથી કુલ રૂ.18 લાખની દંડની વસુલાત કરી છે. ગત રોજ પણ હરસોલ તાજપુર પાસેથી ખનીજ ચોરી કરતી 3 ટ્રક પકડી હતી.ચાલુ વર્ષે ખાણ ખનિજ વિભાગે કુલ 276 કેસ પૈકી કુલ રૂ. 3.39 કરોડના દંડની વસુલાત કરતા ખનીજ ચોરી કરતા ખનિજ માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો