તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇડર ગઢ પરના દોલત ભવનને બક્ષિસ આપવાનો મામલો મહેસાણા ચેરિટી કમિશ્નરની કચેરીમાં પહોંચતા 3જી ફેબ્રુઆરીએ મુદત માંગવામાં આવતા હવે 18મી માર્ચે કાર્યવાહી આગળ વધનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇડરના દોલત ભવનને હિંમતનગર ક્ષત્રિયહીતકારીણી સભાના કેટલાક હોદ્દેદારોએ રાજકોટ ટ્રસ્ટને બક્ષિસ આપવાનો મનસૂબો બનાવી સંયુક્ત ચેરીટી કમિશ્નર મહેસાણાની પરવાનગી માંગતા સંયુક્ત ચેરીટી કમિશ્નરે વાંધા હોય તો રજૂ કરવા જાણ કરી હતી જેને પગલે ક્ષત્રિય અગ્રણીઓએ વાંધા રજૂ કરી સમગ્ર ક્ષત્રિય સમાજ એકજૂટ થયો હતો.
ઐતિહાસિક વિરાસત કોઈપણ સંજોગોમાં અન્યના હાથમાં નહીં જવા દેવામાં આવેના સંકલ્પ સાથે મીટીંગોનો દોર શરૂ કર્યો હતો અને બક્ષિસ લેનાર ટ્રસ્ટ પણ વિવાદનો અંત લાવવા તૈયાર હોવાનું ગત માસમાં યોજાયેલ મીટીંગમાં જાહેર કરાયું હતું બુધવારે 3જી ફેબ્રુઆરીએ મુદત હોવાથી નરપતસિંહ બારડ અને ઇન્દ્રજીતસિંહ રહેવર મહેસાણા સંયુક્ત ચેરીટી કમિશ્નર સમક્ષ હાજર રહ્યા હતા ઇન્દ્રજીતસિંહે વિગત આપતા જણાવ્યું કે મારા વકીલે વકીલાતનામું રજૂ કર્યું છે અને સામાપક્ષે સમય માંગતા 18મી માર્ચની મુદત પડી છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.