તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દોલતભવન બક્ષિસ મામલો:ઇડર દોલતભવન બક્ષિસ આપવાના મામલામાં 3 ફેબ્રુઆરીની મુદત પડી

હિંમતનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચેરિટી કમેશનરે તમામના વાંધા સાંભળ્યા

ઇડર ગઢ પર આવેલ ઐતિહાસિક ધરોહર દોલતભવનને રાજકોટના ટ્રસ્ટને બક્ષિસ આપી દેવાના મામલે સંયુક્ત ચેરિટી કમિશનરે બુધવારે તમામ વાંધેદારોના લેખિત વાંધા સ્વીકારી મૌખિક રજુઆત પણ સાંભળી હતી અને 3 ફેબ્રુઆરીએ સુનાવણી કરવાની મુદત પાડી હતી.

સમગ્ર પ્રકરણની ટૂંકમાં વિગત એવી છે કે ક્ષત્રીય હિતકારીણી સભાના કેટલાક હોદ્દેદારોએ ઇડર ગઢ પરના ઐતિહાસિક ધરોહર દોલત ભવનને રાજકોટના ટ્રસ્ટને બક્ષિસ આપી દેવાની તજવીજ હાથ ધરી મંજૂરી માંગતા મહેસાણા સંયુક્ત ચેરીટી કમિશનરે વાંધા અરજીઓ મંગાવી હતી જેને પગલે રાજપૂત ક્ષત્રિય સમાજમાં ખળભળાટ મચી ગયો હતો અને 8 થી વધુ સમાજના અગ્રણીઓ વાંધા રજૂ થયા હતા. જેમાં 30 ડિસેમ્બરની મુદત પડી હતી.

બુધવારે રણજીતસિંહ સોલંકી,ઘનશ્યામસિંહ ભાટી, ઇન્દ્રજીતસિંહ રહેવર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમણે જણાવ્યું કે અમારા તમામના લેખિત વાંધા ચેરીટી કમિશનરે સ્વીકાર્યા છે અને મૌખિક રજુઆત પણ સાંભળી છે તથા વધુ સુનાવણી 3 ફેબ્રુઆરીએ થનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો