રજૂઆત:CPIM સમિતિએ યુરિયા ખાતરની અછત દૂર કરવા આવેદન આપ્યું

હિંમતનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​ જિલ્લા સીપીઆઇએમ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન

સા.કાં. જિલ્લામાં ખેડૂતોને યુરિયા ખાતરની અછત અને ભાવ વધારને પગલે સમસ્યા થઇ રહી છે. જેને પગલે સા.કાં. જિલ્લા સીપીઆઇએમ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆત કરાઇ હતી.

ભારત દેશમાં ખેતી મોટાપાયે પ્રજાજનોને રોજગારી આપે છે અને ગ્રામીણ ક્ષેત્રમાં તો ખેતી જ આજીવિકાનું સાધન છે. જોકે ખેતીના પાક માટે જરૂરી ખાતર સમયસર ન મળવાને કારણે પાકને નુકસાન થઇ રહ્યુ છે. ત્યારે યુરિયા ખાતરમાં ભાવ વધારો કરાયો છે તથા મોંઘુ ખાતર લેવા પણ ખેડૂતોને લાંબી-લાંબી લાઇનમાં ઉભા રહેવું પડી રહ્યુ છે અને મોંઘુ ખાતર વધારે મોંઘુ બની રહ્યુ છે. જેથી સા.કાં. જિલ્લા સીપીઆઇએમ સમિતિના સભ્ય દિનેશ પરમાર સહિતના સભ્યોએ કલેક્ટરને આવેદનપત્ર આપી જિલ્લામાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા, ખાતર લેવા માટે ખેડૂતોને ધક્કા ખાવા ન પડે, લાઇનમાં ઉભુ રહેવું ન પડે તેવી વ્યવસ્થા કરાવવા રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...