તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારસ્વતોને સન્માન:શિક્ષકો દ્વારા અપાતાં મૂલ્યવર્ધિત શિક્ષણ થકી નયા ભારતની આધારશિલાનું નિર્માણ થઇ શકે છે. : જાગૃતિબેન પંડ્યા

હિંમતનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષક દિવસે સાબરકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું

શિક્ષક દિવસે સાબરકાંઠાના શ્રેષ્ઠ સારસ્વતોનો સન્માન સમારોહ રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન જાગૃતિબેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને નલીનકાન્ત ગાંધી ટાઉનહોલ હિંમતનગરમાં યોજાતાં જિલ્લાના અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરતાં ચેરમેન જાગૃતિબેને જણાવ્યું કે, દેશના શિક્ષકોએ જ્ઞાનની ગંગા સતત વહેતી રાખી છે. શિક્ષકો જ્ઞાનના સ્ત્રોતને ગામડાના છેવાડા વિસ્તાર સુધી પહોચાડ્યું છે.

તેમને તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં જ્ઞાનના દિપને પ્રજ્જવલિત કરવાના યજ્ઞની વાત કરતાં જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરીને દીકરીઓના ડ્રોપ આઉટ રેશિયાને ઘટાડ્યો છે. શિક્ષકની વાત કરતાં શિક્ષકના વાણી, વર્તન અને આચરણ વિદ્યાર્થીઓ પર ભારે અસર છે. શિક્ષકો દ્વારા અપાતાં મૂલ્યવર્ધિત શિક્ષણ થકી નયા ભારતની આધારશિલાનું નિર્માણ થઇ શકે છે.

હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે,શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી. સો માતાની ગરજ શિક્ષક સારતો હોવાથી અને સમાજ ઘડતરમાં શિક્ષકની મહત્વની ભૂમિકા હોવાથી શિક્ષક દિને તેમનું સન્માન થાય છે તે યથા યોગ્ય છે. સાંસદ દિપસિંહ રાઠોડએ પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યુ હતું.

જિલ્લા કલેક્ટર હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, જિલ્લા ભાજપ મહામંત્રી વિજયભાઇ પંડ્યા, રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા, મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન રેખાબા, જિલ્લા શિક્ષણાધિકારી સંજય વ્યાસ, પ્રાથમિક શિક્ષણાધિકારી હર્ષદ ચૌધરી, ડાયેટના પ્રાચાર્ય કે.ટી.પોરાણીયા સહિત શિક્ષક સંધના પ્રમુખ તથા જિલ્લાના તાલુકાના શિક્ષકો હાજર હતા }મુનીર મનસુરી

અન્ય સમાચારો પણ છે...