તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:હિંમતનગર કાટવાડ રોડ પર આવેલી ડમ્પિંગ સાઈટ પાસે યુવકની લાશ મળી

હિંમતનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાશ મળતાં ઘટના સ્થળે લોકો દોડી આવ્યા - Divya Bhaskar
લાશ મળતાં ઘટના સ્થળે લોકો દોડી આવ્યા
  • મોતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી

હિંમતનગરના કાટવાડ રોડ ઉપર આવેલ ભીલવાસની બાજુમાં રહેતા યુવાનની લાશ પાલિકાના ડમ્પિંગ સ્ટેશન સાઇટ પાસેથી મળી આવતા પોલીસે એ.ડી. દાખલ કરી તપાસ હાથ ધરી છે.શહેરના કાટવાડ રોડ પાસે આવેલ રેલ્વે ફાટક પાસે નગરપાલિકાના ડમ્પિંગ સ્ટેશન સાઈટની નજીક એક યુવકની લાશ પડી હોવાની જાણ થતાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતાં બી. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે આવી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મૃતકનું નામ તેજાભાઈ જેરમભાઈ મારવાડી (ઉ.વ.37) અને કાટવાડ રોડ ઉપર ભીલવાસની બાજુમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતકનો ચહેરો જાનવરોએ કોરી ખાધો હતો. પોલીસે એ.ડી. દાખલ કરી યુવકનું મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે પી.એસ.આઇ. અર્જુન જોષીની રાહબરી હેઠળ એ.એસ.આઇ. રાકેશભાઈ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...