તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગરના રાજેન્દ્રનગરની સીમમાં શનિવારે સાંજે ચેકડેમમાંથી યુવક અને યુવતીની લાશ મળી આવ્યા બાદ ગાંભોઇ પોલીસે પીએમ અર્થે મોકલી આપી એડી નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક બંને પરિણીત હોવાનું બહાર આવ્યું છે અને પ્રેમસંબંધમાં આત્મહત્યા કર્યાની આશંકા પોલીસ દ્વારા સેવાઇ રહી છે. મૃતક યુવતી વાઘપુર તા.મેઘરજ અને યુવક દાવલી-છત્રેશ્વરી હોવાનું જાણવા મળ્યા બાદ તેમના પરિવારજનોને પણ જાણ કરાઈ હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શનિવારે સાંજે રાજેન્દ્રનગર ગામની સીમમાં આવેલ ચેકડેમના પાણીમાં પુરૂષની લાશ તરતી દેખાતાં ગાંભોઇ પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી આવેલ પોલીસે યુવક અને યુવતીની લાશ બહાર કાઢી પીએમ અર્થે મોકલી તપાસ હાથ ધરી હતી. ગાંભોઈ પોલીસ સ્ટેશનના અમરતભાઈએ જણાવ્યું કે બંને મૃતકની ઓળખ થઈ ગઈ છે અને મૃતક યુવતી પારૂલબેન અમૃતભાઈ કટારા (29) (રહે. વાઘપુર તાલુકો મેઘરજ) અને યુવક પંકજકુમાર લક્ષ્મણભાઈ ભગોરા 45 (રહે. દાવલી-છત્રેશ્વરી) હોવાનું જાણવા મળ્યા બાદ તેમના પરિવારજનોને પણ જાણ કરાઈ હતી.
ઘટનાથી ચકચાર મચી ગઇ હતી.સૂત્રોના જણાવ્યાનુસાર બંને યુવક યુવતી પરિણીત હતાં અને જીવન ટૂંકાવવા પાછળ પ્રેમ સંબંધ જવાબદાર હોવાની આશંકા પ્રવર્તી રહી છે. પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.