હિંમતનગરમાં રામનવમી હુમલો:હસનનગર વણઝારાવાસમાં હિજરત કરી ગયેલા 4 પરિવારો પાછાં ફર્યા

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર શહેરના વણઝારાવાસનાં પરિવાર ટ્રેક્ટરમાં સામાન ભરીને પરત આવાસ યોજનામાં રહેવા આવ્યા હતા. - Divya Bhaskar
હિંમતનગર શહેરના વણઝારાવાસનાં પરિવાર ટ્રેક્ટરમાં સામાન ભરીને પરત આવાસ યોજનામાં રહેવા આવ્યા હતા.
  • પ્રથમ દિવસે હિજરતનો ઇન્કાર કરી રહેલ પોલીસ હવે ટ્રેક્ટરમાં સામાન ભરી પરત લાવી પરિવારોને પુન:સ્થાપિત કર્યા
  • વણઝારાવાસમાં મંગળવારે રાત્રે થયેલા હુમલાથી ડરી ગયેલા પરિવારોએ હિજરત કરી ગયા હતા

હિંમતનગર શહેરના હસનનગર વણઝારાવાસમાં મંગળવારે સવારે કેટલાક પરિવારોએ હિજરત કર્યાનો ધરાર ઇન્કાર કરનાર પોલીસે શનિવારે સવારે એક ટ્રેક્ટરમાં સામાન ભરી 4 જેટલા પરિવારને પરત લાવી પુન: સ્થાપિત કર્યા હતા.

હિજરત કરેલા 4 જેટલા પરિવારો પરત ફર્યા
હિંમતનગર શહેરના હસનનગર- વણઝારાવાસમાં મંગળવારે સવારે રાત્રે થયેલ હુમલાથી ડરી ગયેલ લોકોએ હિજરતનો પ્રયાસ કરતાં રેન્જ આઇજી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને સુરક્ષાની ગેરંટી સ્વરૂપે પોલીસ ચોકી શરૂ કરી હતી અને રેન્જ આઇજી, એસપી સહિતના હિજરત ન થઇ હોવાના નિવેદન આપ્યા હતા. પરંતુ શનિવારે પોલીસે હિજરત કરેલા 4 જેટલા પરિવારોને પુન: સ્થાપિત કર્યા હતા.

પોલીસે પરિવારોનું પુન:સ્થાપન કર્યુ
​​​​​​​
અગાઉ પોલીસે ઇન્કાર કરી ટ્રેક્ટરમાં સામાન ભરી લાવી પરિવારોનું પુન:સ્થાપન કર્યાનો સમગ્ર મામલો સમગ્ર ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. જેમાં શનિવારે મગનજી મૂળાજી વણઝારા, સરદારજી વણઝારા,માંગીલાલ, ડાયાજી વગેરેના પરિવાર ટ્રેક્ટરમાં સામાન ભરીને પરત આવાસ યોજનામાં રહેવા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...