તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:સાબરકાંઠામાંંથી બિયારણ, ખાતર, દવાના27 સેમ્પલ લઇ, રૂ. 19.40 લાખનો જથ્થો સીઝ કર્યો

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખરીદ વેચાણનો રેકોર્ડ મેન્ટેન ન કરનાર 21 વેપારીને નોટિસ અપાઇ

સાબરકાંઠામાં ગત સપ્તાહમાં અરવલ્લી નાયબ ખેતી નિયામકની ટીમ દ્વારા ખાતર બિયારણ દવાના 6 તાલુકા મથકેથી કુલ 27 સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલી આપી કુલ 19.40 લાખનો જથ્થો સીઝ કર્યો છે.સા.કાં. નાયબ ખેતી નિયામક પી.બી. ખિસ્તરીયા એ વિગત આપતાં જણાવ્યું કે અરવલ્લી નાયબ ખેતી નિયામક અશ્વિનભાઈ પટેલની ટીમ દ્વારા સાબરકાંઠામાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાનો વ્યવસાય કરતાં વેપારીઓની દુકાનમાંથી તા.10, 11 અને 12 જૂન દરમિયાન 27 સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલી અપાયા છે. કપાસ, મગફળી, શાકભાજી સહિતના બિયારણની ગુણવત્તાની ચકાસણી કરાશે અને ખાતરમાં ન્યુટ્રીટન્ટ કેટલા પ્રમાણમાં છે અને જંતુનાશક દવામાં કન્ટેન્ટ પ્રમાણે ટકાવારી છે કે નહીં તેનું પરીક્ષણ કરાશે. રિપોર્ટ આવતા એક માસ જેટલો સમય લાગતો હોય છે પરંતુ ખરીફ વાવણીનો સમય થઈ ગયો હોવાથી 10 થી 12 દિવસમાં રિપોર્ટ આવી જશે.

કુલ 19.40 લાખનો જથ્થો સીઝ, 21ને નોટિસ
જે વેપારીને ત્યાંથી સેમ્પલ લેવાયા છે તે સેમ્પલનો જથ્થો સીઝ કરાયો છે અને રિપોર્ટ ન આવે ત્યાં સુધી વેચાણ ન કરવા સૂચના અપાઇ છે. નાયબ ખેતી નિયામક કચેરી દ્વારા મળતી માહિતી અનુસાર રૂ.9.23 લાખનું બિયારણ, રૂ. 10.11 લાખની જંતુનાશક દવાઓ અને રૂ. 69 હજારનું ખાતર મળી કુલ 19.40 લાખનો જથ્થો હંગામી ધોરણે સીઝ કરાયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેટલાક સેમ્પલ શંકાસ્પદ જણાયા છે અને રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. ટીમ દ્વારા ખરીદ વેચાણનો રેકોર્ડ મેન્ટેન ન કરનાર 21 વેપારીને નોટિસ પણ અપાઇ છે.

અરવલ્લીમાં 19.41 લાખનો મુદ્દામાલ સ્ટોપ સેલ કરાયો

વિગતબિયારણખાતરજંતુનાશકદવાકુલ
ઉત્પાદક/વિક્રેતા26192570
સેમ્પલ491629
સીઝ જથ્થો(ક્વિ.)470.33147.41.73619.46
સીઝ જથ્થો(લિ.)00601.55601.55
કિંમત(લાખમાં)60.90.9114.5476.35
નોટિસ1811130

ક્યાંથી કેટલા સેમ્પલ લેવાયા​​​​​​​

તાલુકોસેમ્પલ
હિંમતનગર​​​​​​​05
ઈડર8
વડાલી6
પ્રાંતિજ-તલોદ ​​​​​​​04
ખેડબ્રહ્મા4
કુલ27

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...