તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:હિંમતનગરમાં સોનીની દુકાનમાંથી મહિલા ગ્રાહકનું પર્સ તફડાવી ટાબરિયો રફૂચક્કર

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર પિયરમાં આવેલ મહિલા સોનાનો હાર વેચવા આવી હતી

હિંમતનગર શહેર ની શ્રદ્ધા જવેલર્સમાં સોનાનો હાર પર્સમાં મૂકી વેચવા આવેલ મહિલા ગ્રાહકનું પર્સ તફડાવી ટાબરિયો ફરાર થઈ જતાં બી ડિવિઝન પોલીસે કુલ રૂપિયા 1.16 લાખની મતાની તફડંચી ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

પર્સમાં ત્રણ તોલા સોનાનો સેટ ચાંદીની બંગડીઓ અને રોકડ
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢથી પિયર હિંમતનગર ખાતે આવેલ શહેનાઝબેન ત્રણ તોલા સોનાનો હાર વેચવાનો હોઇ અને ચાંદીની બંગડીઓ બદલાવવાની હોઈ પર્સમાં મૂકી તેમની બહેન અને માતા સાથે તા. 23-09-20ના રોજ બપોરે બજારમાં શ્રદ્ધા જ્વેલર્સમાં આવ્યા હતા અને પર્સ બાજુની ખાલી ખુરશીમાં મૂક્યું હતું તથા સોનાના દાગીના જોઈ સોનાના ભાવ તાલ કરી પોતાનો હાર બતાવવા માટે પર્સ લેવા જતાં ખુરશીમાં મળી આવ્યું ન હતું જેથી દુકાનના સીસીટીવી ફૂટેજ જોતાં સત્તરેક વર્ષનો છોકરો 2:37 કલાકે પર્સ લઈ જતો દેખાયો હતો. પોલીસે શહેનાઝબેનની ફરિયાદને આધારે ગુનો નોંધી ટાબરિયાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો