તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેડ:હિંમતનગરના વીરાવાડામાં અપેક્સ પ્રોટીન પેઢીમાંથી ‌રૂ.4.30 લાખનું શંકાસ્પદ તેલ સીઝ

હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
વીરાવાડામાંથી પેઢીમાંથી શંકાસ્પદ તેલનો જથ્થો ફૂડ-ડ્રગ્સ વિભાગે સીઝ કર્યો હતો. - Divya Bhaskar
વીરાવાડામાંથી પેઢીમાંથી શંકાસ્પદ તેલનો જથ્થો ફૂડ-ડ્રગ્સ વિભાગે સીઝ કર્યો હતો.
  • સરસવ તેલ અને મોતી બ્રાન્ડ રાઇસ બ્રાન તેલના સેમ્પલ લેવાયાં
  • ફૂડ-ડ્રગ્સ વિભાગની રેડમાં 15 કિલોના 189 ડબ્બા, 5 લિટરના 67 કેરબા સીઝ

હિંમતનગરના વીરાવાડામાં ધમધમતી અપેક્સ પ્રોટીન નામની પેઢીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મળેલ માહિતીને આધારે તા.03-09-21 ના રોજ રેડ કરી 15 કિલોના 189 ડબ્બા અને 5 લિ. પેકીંગના 67 કેરબા મળી કુલ રૂ. 430750 નો મોતીબ્રાન્ડ સરસવ તેલ અને રાઇસ બ્રાન તેલનો જથ્થો સીઝ કરી બંનેના સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલી આપતાં ભેળસેળીયા વેપારીઓએ દોડધામ મચાવી મૂકી હતી. નોંધનીય છે કે ફૂડ વિભાગે આટલો મોટો જથ્થો જપ્ત કરવા છતાં તેલ ભેળસેળ યુક્ત કે અખાદ્ય હોવા અંગે સ્પષ્ટતા કરવા ઇન્કાર કર્યો હતો.

સા.કાં. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણાવાએ વિગત આપતાં જણાવ્યું કે વીરાવાડા સ્થિત મે.અપેક્સ પ્રોટીન્સ નામની પેઢીમાં સિનીયર ફૂડ સેફ્ટી ઓફિસર ટી.એચ. પટેલની ટીમ દ્વારા બાતમીને આધારે તા.03-09-21 ના રોજ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં મોતી બ્રાન્ડ સરસવ તેલ, મોતી બ્રાન્ડ રાઇસ બ્રાન ઓઇલ શંકાસ્પદ જણાતાં બંનેના સેમ્પલ લેવાયા હતા અને 67 જેટલા 5 લિટરના પેકીંગ તથા 15 કિલોના 189 ડબ્બાનો જથ્થો મળી કુલ રૂ. 4.30 લાખનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો હતો.

પેઢીના ભાગીદાર અનિલભાઇ જગદીશભાઇ શાહ પાસેથી બંને શંકાસ્પદ તેલના નમૂના લેવાયા હતા. તેમણે ઉમેર્યું કે તપાસ અધિકારી દ્વારા તેલના લેયર, કલર, ચીકાશ વગેરેની પ્રાથમિક તપાસ કરાતી હોય છે અને છૂટક બજારમાં તેલના ભાવ, વેપારી - ગ્રાહક પાસેથી તેલની ગુણવત્તા અંગે માહિતી - ઇનપુટ મળતો હોય છે. સીઝ કરેલ જથ્થો અખાદ્ય છે કે નહી તેની સ્પષ્ટતા કરવા રિપોર્ટ ન આવે ત્યાં સુધી કશું ન કહી શકાય તેમ જણાવી શંકાસ્પદ હોવાનુ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...