તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઇડરના ગંભીરપુરામાંથી 2 કિલો ગાંજા સાથે મહિલા મહંતની અટક

હિંમતનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંજા સાથે મહિલા મહંતની અટક. - Divya Bhaskar
ગાંજા સાથે મહિલા મહંતની અટક.
  • બાતમી આધારે એસઓજીની રહેણાંક મકાનમાંથી રેડ

ઇડરના ગંભીરપુરામાં મહિલા મહંતના ઘરમાં ગાંજો હોવાની બાતમી મળતાંસા.કાં. એસઓજીએ સોમવારે સાંજે રેડ કરતાં ઘરમાંથી બે કિલો 121 ગ્રામ ગાંજાનો જથ્થો મળતાં મહંતની અટકાયત કરી નાર્કોટિક્સ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી.

એસઓજી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગંભીરપુરામાં શ્રેયસ જીનની સામે ડુંગરની તળેટીમાં શાંતિપુરી ભરતપુરી નામની મહિલા મહંતના રહેણાંક મકાનમાં ગાંજો હોવાની બાતમી મળતાં એસઓજી પીએસઆઈ કે.કે. રાઠોડે ટીમ સાથે પહોંચી જઈ તપાસ કરતાં ઘરમાંથી 2.21 કિલો કિં. રૂ.22120 ગાંજાનો જથ્થો મળતાં મહિલા મહંતની અટક કરી એનડીપીએસ એક્ટ અંતર્ગત ઇડર પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...