તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગરમાં કાર્યરત સન સાઇન હાઇટેક ઇન્ફ્રાકોન લિ. નામની વધુ એક ચીટફંડ કંપનીના 6 ડાયરેક્ટરો બે વર્ષ અગાઉ 1100 થી વધુ રોકાણકારોના રૂ. 1,30,96050 ઓળવી ગયા હોવા રવિવારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. નોંધનીય છે કે રોકાણકારો પૈસા ગબન કરી જનાર ચીટફંટ કંપનીના ડાયરેક્ટરો સામે ફરિયાદો નોંધાવા છતાં વર્ષો બાદ પણ રોકાણકારોને એક પૈસો પરત મળ્યો નથી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરના બસ સ્ટેન્ડ નજીક 8 વર્ષ અગાઉ સન સાઇન હાઇટેક ઇન્ફ્રાકોન લિમીટેડના નામે ચીટફંડ કંપની શરૂ થઇ હતી અને ત્રણ વર્ષ, ચાર વર્ષ, પાંચ વર્ષ અને 6 વર્ષ માટે નાણાં રોકવાની તથા ટૂંકા ગાળામાં પૈસા ડબલ કરવાની સ્કીમો કરી હતી. આ માટે સ્થાનિક એજન્ટો અને કર્મચારીઓની નિમણૂંકો કરી હતી. તેમને ઊંચું કમિશન, વાર્ષિક ઇનામો પણ અપાતા હતા. આ કંપનીના ડાયરેક્ટરો રમેશચંદ્ર ગણપત નાયક, કિશનલાલ બસરામ મેરાવત, સીમાબેન કોદરભાઇ પટેલે વર્ષ 2012માં એજન્ટો સાથે બેઠક કરી ઊંચું વ્યાજ આપવાની તથા પાંચ વર્ષમાં કંપની પૈસા ડબલ કરી આપશે અને વધુમાં વધુ રોકાણકારોને લાવનાર એજન્ટોને ઊંચું કમિશન તથા ઇનામો આપવાની લાલચ આપી હતી.
હિંમતનગરના નાદરી પેથાપુરના માલસિંહ સરદારસિંહ ચૌહાણ અને પ્રાંતિજના મોયદ રૂપાજી વાસના કલ્પેશભાઇ પ્રભુદાસ પટેલનું વર્ષ 2012માં ભિલોડાના ભરતપુરી અમરતપુરી ગોસ્વામીના માસીના દીકરા ભરતપુરી દશરથગીરીના પરિચયમાં કરાવ્યો હતો અને તેણે હાઇટેક ઇન્ફ્રાકોન લિ. ના ડાયરેક્ટરો અને મેનેજર વિમલકુમાર હસમુખભાઇ જોષી સાથે પરિચય કરાવ્યો હતો. વર્ષ 2018માં ચીટફંડ કંપનીની હિંમતનગર સ્થિત ઓફિસ બંધ થઇ જતા મેનેજરનો સંપર્ક કરતાં નોટબંધીને કારણે નાણાં ફસાઇ ગયા છે અને ટૂંક સમયમાં પૈસાની વ્યવસ્થા કરી દઇશુંનો જવાબ મળતા બધા એજન્ટો અને રોકાણકારો રાહ જોઇ રહ્યા હતા દરમિયાનમાં મેનેજર વિમલકુમાર જોષીએ જણાવ્યું કે કંપનીના ડાયરેક્ટરો રમેશચંદ્ર ગણપત નાયક અને કિશનલાલ બસરામ મેરાવત આવાજ કેસમાં મધ્યપ્રદેશની જેલમાં છે અને ફરિયાદ નોંધાવી દો જેને પગલે માલસિંહ ચૌહાણે રવિવારે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કંપનીના ચીટરો
1. રમેશચંદ્ર ગણપત નાયક (રહે. છાયાનસેમલવાડી, તા. રાણપુર, જિ.જાંબુઆ એમ.પી.)
2. કિશનલાલ બસરામ મેરાવત (રહે. રાઠધનરાજ તા. સંજનગઢ જિ. બાંસવાડા રાજ.)
3. સીમાબેન કોદરભાઇ પટેલ (રહે. ખેડબ્રહ્મા)
4. વિભૂતી ગેહલોત (રહે. સેંધવા જિ. અલીરાજપુર એમ.પી.)
5. પરમાનંદ છગનલાલ પ્રજાપતિ (રહે. રાણાપુર જિ. જાંબુઆ એમ.પી.)
6. દિનેશરવલા ભૂરીયા (રહે. ગતાડ તા. રાણપુર જિ. જાંબુઆ એમ.પી.)
આટલા લોકોના નાણાં ડૂબ્યા
એજન્ટ | ક્યારથીક્યાંસુધી | કેટલાખાતા | કુલરકમ |
માલસિંહએસ.ચૌહાણ | 2013-2016 | 101 | 9,50,550 |
પુજારાબાપુજીફતાજી | 2014-2015 | 5 | 3,25,500 |
અમરતસિંહ છલસિંહઝાલા | 2014-2015 | 201 | 2,16,200 |
આચાર્યકનૈયાલાલજેઠાલાલ | 2014-2015 | 31 | 2,63,500 |
મકવાણાજીતેન્દ્રસિંહબાલુસિંહ | 2013-2014 | 45 | 3,05,600 |
હિતેન્દ્રસિંહજે.રાઠોડ | 2014-2015 | 24 | 1,96,900 |
મધુબેનબી.પરમાર | 2014-2015 | 42 | 8,64,900 |
મનહરલાલપટેલ -- | 128 | 15,97,000 | |
ભરતભાઇભોગીભાઇ | 2014-2018 | 82 | 29,86,900 |
જોષીસોનલબેનવિમલકુમાર | 2013 | 4 | 96,000 |
દલપતસિંહપરમાર | 2014 | 120 | 17,58,600 |
નવજીભાઇસબુજીડુંડ | 2013-2015 | 27 | 3,49,900 |
પટેલપ્રભુદાસભાઇ | 2013-2014 | 170 | 12,50,400 |
પટેલકલ્પેશભાઇ | 2013-2015 | 40 | 7,15,900 |
ઠાકોરબાબુભાઇભુપતભાઇ | 2013-2015 | 60 | 1,88,900 |
રાઠોડકિર્તીસિંહઅગરસિંહ | 2013-2015 | 40 | 3,75,000 |
ઠાકોરરામાજીબલાજી | 2013-2015 | - | 2,04,300 |
પરમારરોહિતભાઇ | 2013-2015 | - | 4,50,000 |
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.