તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:જીવનજરૂરી ચીજવસ્તુઓ,ખાતરનો ભાવવધારો પરત ખેંચવા અને આરોગ્ય સેવા કરવા રજૂઆત

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ અગ્રણી અને સા.કાં. પૂર્વ જિલ્લા સદસ્યએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખી જિલ્લામાં દેખાવો કરવાની ચીમકી

સા.કાં. કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ જિલ્લા સદસ્યએ ચલો ગાંવ ચલે અભિયાન અંતર્ગત વડાપ્રધાન અને મુખ્યમંત્રી ને પત્ર લખી જીવનજરૂરી ચીજવસ્તુઓ તેમજ ખાતરનો ભાવવધારો પરત ખેંચવા અને લોકોને આરોગ્યની યોગ્ય સેવાઓ સારી રીતે મળે તે માટે રજુઆત કરી હતી.

અત્યારે કોરોના મહામારીની બીજી લહેર બહુ જ ઘાતક સાબિત થઈ રહી છે ત્યારે જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓ પેટ્રોલ ડીઝલ, કરિયાણું, શાકભાજી, રાસાયણિક ખાતરોના ભાવ આસમાને પહોંચ્યા છે. લોકોને આ મહામારીમાં જીવન ચલાવવું દોહ્યલું બન્યું છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોંઘવારી અને કોરોના મહામારીને કારણે મોંઘીડાટ દવા અને સારવાર લેવાના ફાંફા પડી રહ્યા છે. ખાનગી કે સરકારી હોસ્પિટલોમા જગ્યા નથી લોકો પાસે સારવાર માટે પૈસા નથી. કોરોનાનો આર્ટીપીસીઆર ટેસ્ટ કરાવવા માટે કે રસી લેવા માટે સરકારી દવાખાને લોકો જાય તો કોઈ યોગ્ય વ્યવસ્થા નથી.

ખેડૂતો પણ રાસાયણિક ખાતરનો ભાવવધારો અસહ્ય હોવાથી દુઃખી છે ત્યારે સરકાર અને સંગઠનના માણસો માત્ર મુલાકાતો વિડિયોગ્રાફી કરાવી પ્રસિદ્ધિ કરવામાં વ્યસ્ત છે. જેથી સા.કાં. જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને જિલ્લા પંચાયત ના પૂર્વ સદસ્ય હર્ષદભાઈ પટેલ તાલુકા પંચાયત ના અજમલજી વગેરેએ પ્રજાના સમર્થનમાં આવી વધી રહેલ ભાવ વધારા સહિતના પ્રજાહિતના પ્રશ્નો બાબતે વિરોધ નોંધાવી ઘટતું કરવા વડાપ્રધાન મોદી અને ગુજરાત સરકારને નિવેદન આપી પત્ર લખી આ અંગે સત્વરે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ ચલો ગાંવ ચલે અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં દેખાવો કરશે તેવી રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...