તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યાઓના નિકાલ માટે કાર્યક્રમ:કોમી હિંસાનો ભોગ બનેલા વિસ્થાપિતોને વળતર ચુકવવા MCC દ્વારા રજૂઆત

હિંમતનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાલપુર મુહાજીરનગરના રહીશોની સમસ્યાઓના નિકાલ માટે કાર્યક્રમ

હિંમતનગરના લાલપુરમાં આવેલ મુહાજિર નગર કોલોનીમાં માઇનોરીટી કોઓર્ડિનેશન કમીટી MCC દ્વારા “વિશ્વ ધર્મ આધારિત હિંસાનો ભોગ બનેલા લોકોના અધિકારો માટેના દિવસની “સમજ આપતો એક કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વર્ષ 2002ની કોમી હિંસામાં ભોગ બનેલ વિસ્થાપિતોને થયેલ નુકસાનીનું વળતર સમયસર અપાવવાની માગણી કરવામાં આવી હતી.

હિંમતનગરના લાલપુર મુહાજિર નગર કોલોનીમાં વર્ષ 2002માં કોમી હિંસાનો ભોગ બનેલ અસરગ્રસ્તો સાથે તેમની સમસ્યાઓ સહિત માંગણીઓને લઇને એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોમી હિંસાનો ભોગ બનેલ લોકોને હજુ સુધી પૂરતું વળતર મળેલ નથી. માઈનોરિટી કોઓર્ડિનેશન કમિટી (M.C.C) દ્વારા 5 વર્ષથી કોમી હિંસાનો ભોગ બનેલ લોકોને પોતાના વતનથી વિસ્થાપિત થયેલ લોકોના અધિકારો માટે જાગૃતિ લાવવા પ્રયત્નશીલ છે.

હાલ દેશમાં આવા વિસ્થાપિતોના પુનર્વસન માટે કોઈ કાયદો ન હોઇ MCCની લઘુમતી સમુદાય માટેની માંગણીઓ રજુ કરતાં જણાવ્યું કે, કોમી હિંસાનો ભોગ બનેલ લોકોને જલદી ન્યાય અને નુકસાનના વળતર માટે કાયદો બનાવવા,તેમજ લઘુમતી બહુમતી વાળા વિસ્તારમાં સરકારી હાયર સેકન્ડરી સ્કૂલ બનાવા, અલ્પસંખ્યક અયોગ્યની રચના કરવા, અલ્પસંખ્યક મંત્રાલય બનાવાવા સહિત મુસ્લિમ વિસ્તારોના વિકાસ માટે વિશેષ પેકેજ આપવાની માગણી કરી હતી.અબ્દુલ વહાબ અંસારી, મૌલાના અશરફ, ઇમરાન ખાન, હનીફભાઈ, સાહેરાબાનું પઠાણ, મેમુદાબાનું સિંધી, દિલાવરભાઈ, સુલતાનભાઈ, સમિમબાનું મેમણ, સોનું પઠાણ, બિલકિસબાનું મેમણ સહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...